*નારી તું નારાયણી: આજે કર્ણાવતીમાં યોજાશે ‘નારાયણી સંગમ’ ગુજરાત પ્રાંતનું મહિલા અધિવેશન*

*નારી તું નારાયણી: આજે કર્ણાવતીમાં યોજાશે ‘નારાયણી સંગમ’ ગુજરાત પ્રાંતનું મહિલા અધિવેશન*

અમદાવાદ, સંજીવ રાજપૂત: આજે અમદાવાદ ખાતે શ્રી શક્તિ કન્વેનશન સેન્ટર, વૈષ્ણવદેવી સર્કલ, કે ડી હોસ્પિટલ પાસે બપોરે 1 કલાકે થી સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા *નારાયણી સંગમ* મહિલા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જેમાં પશ્ચિમ વિભાગથી વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલ આશરે 1500 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે. આ સંમેલન નો મુખ્ય હેતુ સ્ત્રી શક્તિ જાગૃત થાય અને રાષ્ટ્રના વિકાસ અને નિર્માણ માટે વધુ સહભાગી બને તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મહિલાઓ તરીકે શ્રીમતી ઉષાબેન અગ્રવાલ, સુશ્રી ઈન્દુમતીબેન કાટદરે, સુશ્રી ગીતાતાઈ ગુંડે, ડૉ જાગૃતિબેન પટેલ, ડો માયાબેન કોડનાની, સુશ્રી શૈલજાતાઈ અંધારે સહિત અન્ય મહાનુભાવ મહિલાઓ ઉપસ્થિત રહેશે અને પોતપોતાના વિચારો અને વ્યક્તવ્ય સાથે રજૂ કરશે.

 

આ સમગ્ર સંમેલનમાં જ્યોતિબેન ભંડારી, સંમેલન પ્રમુખ, પૂર્વીબેન પરમાર, વિભાગ સંયોજિકા, જ્યોતિબેન ગજેન્દ્રગડકર, વિભાગ સહસંયોજિકા, તેમજ ગુજરાત પ્રાંત સંયોજિકા કાશ્મીરા ભટ્ટ, સહસંયોજિકા પારુલ મોદી દ્વારા મહિલાઓ વધુ ને વધુ ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી છે તો આ કાર્યક્રમ અંગે માહિતી માટે સિમ્પલ ઠક્કર અને દુહિતા લખતરિયાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.