આજના મુખ્ય સમાચારો*

આજના મુખ્ય સમાચારો*

*dete*
2️⃣6️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*કામ વિના ઘર બહાર ન નીકળવા હવામાન વિભાગની આગાહી*
રાજ્યમાં કાળઝાળ ગરમી પણ દઝાડશે. ઉત્તરના પવનો ફૂંકાતાની સાથે મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્યમાં ઉનાળો આકરો સાબિત થશે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં શનિ-રવિવારે કેટલાક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચે તેવી શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
*********
*વિકાસ અધિકારી મનહર. એસ. પટેલ લાંચ લેતા ઝડપાયા*
મહીસાગર એસીબીએ પંચમહાલ-ગોધરા આદિજાતિ વિકાસની કચેરીના આદિજાતિ વિકાસ અધિકારી મનહર.એસ. પટેલને 32 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અધિકારી પાસે મદદનીશ કમિશનરનો ચાર્જ પણ હતો.
અધિકારીએ લાંચ પેટે બે ભાડા માગ્યા હતા મનહર.એસ. પટેલ (રહે, ડી-301, એરિસ હાઇટ્સ, નિકોલ પોલીસ સ્ટેશન પાસે, નવા નરોડા, અમદાવાદ
*********
*ભ્રષ્ટ મામલતદારે 500-500ની નોટના બંડલ ગેસ ઉપર સળગાવ્યા*
પિંડવાડાના ભ્રષ્ટ મામલતદાર અને તેની પત્નિએ, ગેસના સ્ટવ ઉપર રૂપિયા 500ની ચલણી નોટના બંડલો સળગાવી નાખ્યા હતા. એક પછી એક ચલણી નોટનું બંડલ ગેસના સ્ટવ ઉપર સળગાવ્યા હતા. જેમાં કુલ 10 લાખની રકમ સળગાવી હોવાનું સામે આવ્યુ છે. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ ભ્રષ્ટ મામલતદારના ઘરના દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે મામલતદાર અને એક મહિલા ગેસના સ્ટવ ઉપર ચલણી નોટ બાળતા હોવાનું સ્પષ્ટ જણાય છે.
*********
*સુરત મહાનગરપાલિકા: નેગેટિવ રિપોર્ટ હોય ત્યાં ખરીદી ના કરો*
*તંત્ર રઘવાયું બન્યું કેટલાક નિર્ણય હાસ્યાસ્પદ બહાર આવી રહ્યા છે*
સુરત મ્યુનિ. વિસ્તારમાં કોરોનાનો વિસ્ફોટ થતાં પાલિકા તંત્ર રઘવાયું બન્યું છે. પાલિકા તંત્ર હવે આડેધડ નિર્ણય કરી રહી છે. તેમાં કેટલાક નિર્ણય હાસ્યાસ્પદ બહાર આવી રહ્યાં છે. પાલિકા તંત્રએ ગઈકાલે મોડી રાત્રે એક યાદી જાહેર કરી તેમાં સુરતીઓને જે વેપારીઓ અને તેમને ત્યાં કામ કરતાં લોકોનો રિપોર્ટ નેગેટિવ હોય તેવા લોકોને ત્યાંથી જ ખરીદી કરવા માટે અપીલ કરી હતી.
દુકાનદારે પોતાનો અને કામદારોનો નેગેટિવ રિપોર્ટ દુકાનમાં લટકાવેલો રાખવો પડી શકે જો સુરતીઓ પાલિકા તંત્રની અપીલનો અમલ કરે તો દુકાનદારે ગુમાસ્તા વિભાગના સર્ટીફીકેટની જેમ પોતાનો અને કામદારોનો નેગેટિવ રિપોર્ટ દુકાનમાં લટકાવેલો રાખવો પડશે. અમલ ન થાય તેવા નિયમો મ્યુનિ. તંત્ર બનાવતી હોવાથી લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. સુરત મહા નગર પાલિકાએ રાત્રે એક અખબારી યાદી જાહેર કરી હતી જેના કારણે સુરતીઓમાં મ્યુનિ.ની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. પાલિકા તંત્રની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના દરેક દુકાનદાર પાસે ગુમાસ્તાનું લાયસન્સ કે મ્યુનિ.ના આરોગ્ય વિભાગનું લાયસન્સ નથી. સુરતમાં સંખ્યા બંધ દુકાનો મ્યુનિ.ની મંજુરી વિના ચાલી રહી છે ત્યાં મ્યુનિ. તંત્રએ દરેક દુકાનદાર પાસે કોરોનાનો નેગિટવ રિપોર્ટ હોય તેવી કામગીરી કરવા માટે સુચના આપી છે
********
*સુરતમાંથી ચંદ્ર પર જમીન ખરીદવાનો આ પ્રથમ કિસ્સો*
સુરતમાં એક વેપારીએ ચંદ્ર પર જમીન ખરીદી હોવાનો દાવો કર્યો છે. મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સરથાણામાં કાચના વ્યવસાય સાથે જોડાયેલા વિપુલ કથીરિયાને બે મહિના પહેલા બાળકનો જન્મ થયો હતો. આથી તેમણે બાળકને અનોખી ગિફ્ટ આપવાના હેતુથી ચંદ્ર પર જમીન ખરીદવાનું નક્કી કર્યું. જે બાદ તેમણે ન્યુયોર્કની ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીમાં ચંદ્ર પર એક એકર જમીનની ખરીદી કરવા માટે ઓનલાઇન અરજી કરી.કંપનીએ તેમની અરજી મંજૂર કરી તમામ લીગલ પ્રોસેસ બાદ જમીન ખરીદીના જરૂરી કાગળો મેઇલ મારફત વિપુલ કથીરિયાને મોકલી આપ્યાં. સુરતમાંથી ચંદ્ર પર જમીન ખરીદવાનો આ પ્રથમ કિસ્સો છે. આ સાથે જ આ જમીન કદાચ દુનિયાના સૌથી નાના ઉંમરના બાળકના નામે રજીસ્ટર થયાનો રેકોર્ડનો દાવો પણ કરાયો છે.
********
*આરોપીને છોડી મુકતા પીએસઆઈ વિરુદ્ધ અરજી*
અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ અરજી થઈ છે. ચોરી કેસના આરોપીને છોડી મુકતા ફરિયાદીએ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. વેપારીની દુકાન બહાર વાહનની બેટરી ચોરવાનો પ્રયાસ કરતો શખ્સ સીસીટીવીમાં દેખાયો હતો..અને વેપારીએ જ ચોરને પકડીને બાપુનગર પોલીસના હવાલે કર્યો હતો. જોકે પોલીસે તે શખ્સને છોડી દીધો હતો..તેમજ વેપારીએ પ્રશ્ન પૂછતા પીએસઆઈએ ઉદ્ધતાઈ પૂર્ણ વર્તન કર્યુ હોવાનો પણ પોલીસે આક્ષેપ લગાવ્યો છે.
********
*પોલીસની દાદાગીરી ચાલકને ચોડી દીધો તમાચો*
પોલીસ સુપરમેન બનીને ચાલુ રિક્ષમાંથી બહાર કુદી પડે છે. પોલીસે રીક્ષામાંથી કુદીને બાઇક ચાલકને રોક્યો હતો. અને બાઇક ચાલક કઇ પણ સમજે તે પહેલા એક લાફો ઝીંકી દીધો હતો. ચાલકે માસ્ક ન પહેર્યો હોવાથી લાફો ઝીંક્યો હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો છે. CCTV સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.જો કે ઘટના બનતા જ લોકોનો ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા..સુરતના લિંબાયતના ઓમ નગરનો સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. પોલીસ ખુદ વાહન ચાલકનો જીવ જોખમમાં મુકતો સ્પષ્ટ દેખાઈ છે.
********
*રૂપાણીનું નિવેદન, હજુ એક અઠવાડિયુ કેસ વધશે*
ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસના નવા રેકોર્ડ બની રહ્યાં છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં હાલ મૃત્યુઆંક ઓછો છે. સીએમે કહ્યું કે હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ પણ એક અઠવાડિયુ કેસ વધશે અને પછીથી તેમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે 3 લાખ વેક્સિન આપવાની મુહિમ છે.
*********
*સુરત પાલિકાનું કચરા કૌભાંડ*
સુરત પાલિકાનું કચરા કૌભાંડ સામે આવ્યું છે. ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેકશન કરતી ગાડીના ચાલક દ્વારા કૌભાંડ આચવામાં આવી રહ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં કચરા ભરેલી ગાડીમાં પાણી નાખીને વજન વધારવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડનો વીડિયો સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
********
*બેંક કૌભાંડ મામલે જ્ઞાનજીવન રેસિડેન્સી સહિત 7થી વધુ સ્થળોએ દરોડા*
વડોદરા શહેરના બેંક કૌભાંડને લઇને 7થી વધુ જગ્યાએ CBIની ટીમોએ દરોડા પાડ્યા છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જ્ઞાન જીવન રેસિડેન્સીમાં CBIની બે ટીમોએ દરોડા પાડ્યા છે. જ્ઞાન જીવન રેસિડેન્સી ના ફ્લેટ નં-101માં રહેતા ધ્રુમિલ જોશી નામના વ્યક્તિને ત્યાં CBIએ સર્ચ શરૂ કર્યું છે. ધ્રુમિલ જોશીએ બેંક કૌભાંડ આચર્યુ હોવાથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શુભેન્દુ મિશ્રા નામના વ્યક્તિને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. મુંબઇ અને સ્થાનિક CBIની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલી શકે છે.
********
*પાટણ હાઈવે પર ગ્રામ વિકાસ કમિશનર વિજય નેહરાની કારને અકસ્માત*
બનાસકાંઠા કોરોના પ્રભારી અને ગ્રામ્ય વિકાસ કમિશ્નર વિજય નહેરા બનાસકાંઠા ની મુલાકાતે આવ્યા હતા. અને જિલ્લા કલેકટર કચેરીએ અધિકારીઓ સાથે કોરોના ને લઈને બેઠક કરી કોરોના ની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી ત્યાર બાદ તેઓ પાલનપુર થી ડીસા થઈ પાટણ જવા રવાના થયા હતા.
********
*સુરતમાં રસી મુકાવ્યા બાદ 24 કલાકમાં વૃદ્ધ મહિલાનું મોત*
કામરેજના મોરથાણ ગામમાં કોરોનાની રસી લીધા બાદ 24 કલાક બાદ વૃદ્ધાનું મોત થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. વૃદ્ધાના મોતનું સાચું કારણ જાણવા મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. મોરથાણા પ્રાથમિક શાળામાં આયોજિત કેમ્પમાં ગામના 100થી વધુ શ્રમજીવીઓએ કોરોના સામે રક્ષણ આપતી રસી લીધી હતી. બાદમાં વૃદ્ધાનું મોત થતા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમા સામે આવ્યું કે વૃદ્ધા શુગર અને પ્રેશરના દર્દી હતા અને વેક્સિન લીધા પહેલા તેઓ બીમાર પણ હતા
*રાત્રે જ વૃદ્ધાને માથું દુખાવું અને ચક્કર આવતા હતા*
તેમના જમાઈ રાકેશભાઈએ જણાવ્યું હતું કે વેક્સિન લીધા પહેલા રમીલાબેન બીમાર હતા તાવ અને શરદીની ફરિયાદ બાદ દવા પણ લેતાં હતા શુગર અને પ્રેશરના દર્દીને તપાસ કર્યા વગર વેક્સિન અપાઈ કે નહીં એ જ એક મોટો પ્રશ્ન છે. વેક્સિન લીધા બાદ રાત્રે જ રમીલાબેનને માથુ દુખવાનું અને ચક્કરની ફરિયાદ ઊઠી હતી. સવાર પડતાં ગામના PHC પર લઈ જતાં ઓક્સિજન લેવલ ઓછું થાય છે કહી ડોક્ટરોએ તાત્કાલિક સંજીવની હોસ્પિટલમાં રિફર કરી દીધા હતા
********
*ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોના વેક્સિન અપાશે, કોઈ વય મર્યાદા ધ્યાને લેવાશે નહીં*
રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જેમાં કોઈ પણ કર્મચારીની વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
*********
*જૂનાગઢના મજવેડી ગામે 50 લાખના ખર્ચે પાણીની માળખાકીય સુવિઘા વઘારવાના કામોને મંજૂરી*
જૂનાગઢ તાલુકાના મજવેડી ગામે પાણીની માળખાકીય સુવિઘા વઘારવાના કામો કરાવવા માટે રૂ.49.95 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી ભૂગર્ભ સમ્પ, પાઇપલાઇન, પંમ્પીંગ મશીનરી, ઘર કનેક્શન, પાવર કનેકશન સહિતના કામો કરવા માટે ટેન્ડર ચાર્જ કરવામાં આવશે.
*******
*સુરતમાં 5 એપ્રિલ સુધી મહત્વના કામો જ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કરાશે*
સુરતમાં વધતા કોરોના સંક્રમણની અસર હવે ન્યાયાલય પર પણ દેખાઈ રહી છે. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિયેશન દ્વારા અગત્યના કામ સિવાયની કામગીરીથી અળગા રહેવા માટે ઠરાવ પસાર કર્યો છે. વકીલ મંડળ દ્વારા 25 માર્ચ થી 5 એપ્રિલ સુધી સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં મહત્વના કામો જ કરવામાં આવશે.સુરત ડીસ્ટ્રીક બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોર્ટ પરિસરમાં લોકોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જજને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે.
********
*ગાંધીનગર કોર્ટમાં ન્યાયાધીશ સહિત ચાર કોરોના પોઝિટિવ*
ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો બાદ કોર્ટમાં પણ કોરોનાએ પગ પેસારો કરી દીધો છે. ગાંધીનગર કોર્ટના બે વકીલોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક ન્યાયાધીશ અને એક સ્ટેનોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્ટ પરિસરમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા કોર્ટના અન્ય ન્યાયાધીશો તેમજ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરી દેવાયા છે.
*********
*શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરાશે*
શિક્ષણ મંત્રીએ આ અંગે જણાવ્યું કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩૯૦૦ વિદ્યા સહાયકો, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં પ૮૧૦ અને ઉચ્ચશિક્ષણ કોલેજોમાં ૯ર૭ અધ્યાપક સહાયકોની ભરતી આવનારા સમયમાં થવાની છે
********
*બેંકના ખાનગીકરણ પર રિપોર્ટ તૈયાર ગર્વનરે કરી જાહેરાત*
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ હતું કે, અમે સાર્વજનિક ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને લઈને સરકારની સાથે ચર્ચામાં છીએ. આ સંદર્ભમાં પ્રક્રિયા આગળ વધી રહી છે. શક્તિકાંત દાસે એક કોન્ક્લેવના કાર્યક્રમમાં કહ્યુ હતું કે, અમે સાર્વજનિક ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણને લઈને સરકારની સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને આ સંદર્ભમાં પ્રક્રિયા ખૂબ ઝડપી થઈ રહી છે
*******
*ગાંધીનગરમાં પ્રથમવાર ભવ્ય વૈદિક હોળીનું આયોજન*
ગાંધીનગર શહેરના માં આવેલ સેક્ટર-7 ના શિવશક્તિ મંદિરના પટાંગણમાં આગામી રવિવાર નારોજ પ્રથમવાર વૈદિક પદ્ધતિ પ્રમાણે ભવ્ય રીતે હોળી પર્વ ઊજવવામાં આવશે. આ વૈદિક હોળીમાં 3000 3 ટન ગાયના છાણા માંથી બનેલ સ્ટિક કાષ્ટ તેમજ ગાયના ઘી તથા કપૂર દ્વારા આ અદભૂત હોળી પર્વ ઉજવવામાં આવશે.પ્રતિ વર્ષ હોળી પર્વ માટે શિવ શક્તિ મંદિર સેક્ટર-7 ખાતે સવાસો મણ 2500 વૃક્ષોના કાષ્ટ ની જરૂર પડે છે
********
*તહેવારોમાં લોકોને ટોળે નહિ વળવા દો: કેન્દ્રનો આદેશ*
નવી દિલ્હી: કેન્દ્રે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-૧૯ના દરદીઓની ફરી વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને તહેવારોમાં લોકોને ટોળે નહિ વળવા દેવાનો આદેશ આપ્યો હતો.કેન્દ્રે દેશના અમુક વિસ્તારમાં કોરોનાના દરદીઓની સંખ્યામાંના વધારાને લીધે રાજ્યોને જરૂર પડે ત્યાં સ્થાનિક નિયંત્રણ લાદવાનો હુકમ કર્યો હતો
******
*ખેડૂત જગતને સમર્પિત “e – કૃષિ પથ મેગેઝીન” નું વિમોચન*
ગાંધીનગર ખાતે ખેડૂત જગતને સમર્પિત “e – કૃષિ પથ મેગેઝીન” નું વિમોચન કર્યું. આ મેગેઝીન દ્વારા દર દ્વિમાસે ઈ-માધ્યમ દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ તકનિકો અને તેને સલગ્ન માહિતી પુરી પાડવામાં આવશે.
********
*સુરતમાં સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડ ચાલતું હોવાની આશંકા*
રેશનકાર્ડ ધારકનું અનાજ દુકાનદાર અન્યને વેચી મારતો હોવાનું સામે આવ્યુ
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં રહેતા પરમાન કાળુભાઈ મોહનભાઈ ના નામે ઘણા સમયથી સરકારી અનાજનો જથ્થો સગેવગે થઈ જતો હતો. પરંતુ તે અંગે તેમને કોઇ માહિતી ન હતી. પરમાર કાળુભાઈ મોહનભાઈના રેશનકાર્ડ બંધ હોવા છતા દુકાનના સંચાલકે અન્ય કોઈને તેમનું અનાજ આપવાનું શરૂ રાખ્યું હતું.
*********
*હવે વડોદરા એક્સપ્રેસ વે પર રોજ 10 મિનિટ મુસાફરી વધશે*
વડોદરા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે માટે પીલરના કામને લઇ ચાર મહિના ડાયવર્ઝન અમદાવાદ જવાના રૂટ પર વડોદરાથી 6 કિ.મી.ના અંતરે અપાયેલા ડાયવર્ઝનમાં રસ્તો પાકો હોવાથી વાહનચાલકોને આપદા નહીં પડે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે માટે વડોદરા-અમદાવાદ એક્ષપ્રેસ હાઈવે પર પીલર બનાવવાની કામગીરી ગુરૂવારથી શરૂ થતા આગામી 4 મહિના માટે એક્સપ્રેસ વે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે
********
*અમદાવાદ ઠક્કરનગરમાં જુગાર રમતી 7 મહિલાઓ ઝડપાઈ*
વિમળાબેન જાંજણી, કૌક્ષલ્યાબેન જાંજાણી પુંજાબેન ચેલાણી, તુલસીબેન દનનાણી, રાધાબેન વાગવાણી, મીનાબેન મેઘાણી અને માયાબેન અતાણી હોવાનું જણાવ્યુ હતુ
અમદાવાદના ઠક્કર નગર બસ સ્ટેન્ડ પાસેના એક કોમ્પ્લેક્ષમા મહિલાઓ ભેગી થઈને જુગાર રમતી હતી જેની માહિતી મળતા કૃષ્ણ નગર પોલીસે રેડ કરિને 7 મહિલાને 46 હજાર રોકડ સાથે ઝડપી લીધી હતી. આ અંગે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
********
*અમદાવાદ જિલ્લાના ભાત ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો*
અમદાવાદ જિલ્લાના અસલાલી નજીક આવેલા ભાત ગામમાં કોઈ ડીગ્રી વગર બની બેઠેલા ડોકટરની અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે. ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હોવાની એસઓજીની ટીમને બાતમી મળતા આ આરોપીને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી અલગ અલગ કંપનની દવાનો જથ્થો અને મેડીકલના સાધનો મળી કુલ 66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
*********
*હલધરુ ખાતે આશ્રમ શાળામાં સ્ટેશનરી કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું*
સુરતમાં લાયન્સ ક્લબ ઓફ સેતુ અને લાયન્સ ક્લબ ઓફ સુરત સિટીલાઇટ દ્વારા હલધરુ ગામે આવેલી આશ્રમ શાળામાં સ્ટેશનરી કીટ્સ દુપ્પટ્ટા, લેગિંગ્સ માસ્ક્સ ફ્રૂટ્સનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લાયન્સના સર્વિસ એક્ટિવિટીના હેડ લાયન મોનાબેન દેસાઈની સાથે લાયન માલાબેન દેસાઈ લાયન ડીમ્પલ બેન લોટવાળા રંજનબેન અને કોર્પોરેટર દિવ્યાબેન રાઠોડ હાજર હતા.
*🙏🙏thaend🙏🙏*