*કોરોનાની સંવેદનશીલ અને અતિગંભીર મહામારીમા શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી બદલ અમદાવાદ માહિતી કચેરીમાં ફરજ બજાવતા અમિતસિંહ ચૌહાણનું કરાયું સન્માન.*
અમદાવાદ: અમદાવાદ માહિતી કચેરીમાં ફરજ બજાવતા શ્રી અમિત સિંહ ચૌહાણનુ કોરોનાની સંવેદનશીલ અને અતિગંભીર મહામારીમા શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી બદલ અમદાવાદ જિલ્લા પ્રશાસન દ્વારા 75માં સ્વાતંત્રતા પર્વની દસ્ક્રોઇ ખાતેની ઉજવણીમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના હસ્તે “કોરોના વોરિયર” તરીકે નું સન્માન કરવામાં આવ્યું. અત્રે નોંધનીય બાબત છે કે,શ્રી અમિત સિંહ ચૌહાણે કોરોનાની પ્રથમ લહેર અને અતિ ઘાતક એવી બીજી લહેરમાં ખડેપગે જીવના જોખમે સિવિલ મેડીસીટી તેમજ અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલ અને ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં અત્યંત પ્રશંસનીય કામગીરી કરી હતી.
શ્રી અમિત સિંહે પ્રજાને નિયમિત પણે સરકાર શ્રી દ્વારા કોરોનામાં કરવામાં આવી રહેલી કામગીરી અને કોરોનાવોર્ડમાં સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ ના પ્રતિભાવો, કોરોનામાંથી સાજા થઈને પરત ફરતાં દર્દીઓના પ્રતિભાવોથી સજાગ કર્યા હતા. તેઓએ અનેક રસપ્રદ સક્સેસ સ્ટોરી લખીને પ્રજાને કોરોનાની અફવાઓથી દૂર રાખવાના પ્રયત્નો કર્યા હતા. અને સાચી વસ્તુ થી તેઓએ લોકોને માહિતગાર કર્યા છે.