નર્મદા જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફળ ડોળી માંથી બનતું તેલ વાપરે છે.
મોંઘુદાંટ સીંગતેલ આદિવાસી
ઓ કદી ખાતા જ નથી
હાલ આદિવાસીઓ ડોળી નું તેલ પીલવા રાજપીપલા ખાતે તેલ પિલવાની ઘન્ટીએ લાઈન લગાવી રહ્યા છે.
1કિલો ડોળી નું તેલ પીલવાનો ભાવ માત્ર 7 રૂપિયા છે.
ડબ્બે 2500રૂ ના ભાવે વેચાતા મોંઘદાટ સીંગતેલની અવેજી મા ડોળીનું તેલ આદિવાસીઓને સાવ મફતમાં સસ્તું પડે છે.
સાવ મફતમાં પડતું આરોગ્ય વર્ધક તેલ આદિવાસીઓ ઘર ઘર મા આખુ વર્ષ માટે ભરી રાખે છે.
માલીશ માટે અને ખાવામા વપરાતું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે.
રાજપીપલા, તા 23
સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્યતેલ તરીકે સીંગતેલ, કપાસીયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે. પણ નર્મદાજિલ્લાના આદિવાસીઓ ક્યારેય સીંગતેલ કે અન્ય તેલ વાપરતા નથી. પણ તેને બદલે ડોળીનું તેલ વાપરે છે. હા.આદિવાસી ઓ માટે સસ્તું અને આરોગ્ય વર્ધક ડોળીનું તેલ કેવી રીતે વાપરે છે. તે જોઈએ
નર્મદા જિલ્લા મા પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે. આદિવાસીઓ આ ડોળી ને વીણી તેને ફોડી તેને સુકવી ને કોથળા, થેલા ભરી લે છે.
હાલ ડોળીમાંથી તેલ પિલવાની સીઝન શરૂ થઈ છે. હાલ આદિવાસીઓ કોથળામા ડોળી ભરી ને તેલ પિલવાની ઘંટીએ મોટી સંખ્યામા ઉમટી પડ્યા છે. સાથે તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે. પછી એ ડબ્બા મા ડોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે. આખા વર્ષ માટે ડોળીનું તેલ ભરી રાખે છે. અને ખાદ્ય તેલતરીકે આખુ વર્ષ આદિવાસીઓ ડોળીનું જ તેલવાપરે છે
કૈલાસબેન પંચાલ, તેલ પિલવાની ઘંટીના માલિકે જણાવ્યું હતું કે
આદિવાસીઓ ક્યારેય સીંગ તેલ કે અન્ય ખાદ્ય તેલ વાપરતા જ નથી.કારણકે ગરીબ આદિવાસીને સીંગતેલ મોંઘુ હોવાથી પોષાય તેમ નથી.
ગુંજન માલી, તેલના વેપારી, રાજપીપલાએ જણાવ્યું હતું કે
હાલ સીંગ તેલના બજાર ભાવ 15કિલોના ડબ્બે 2700રૂ ભાવ છે જયારે કપાસિયા તેલ નો ભાવ 2400રૂપિયા છે. જયારે આદિવાસીઓને ડોળીનું તેલ સાવ મફતમાં પડે છે. કારણકે મહુડા ફળ ડોળીએ જંગલની પેદાશ હોવાથી મફતમાં મળે છે.માત્ર તેલ પિલવાનો ભાવ કિલોના સાત રૂપિયે હોવાથી સરવાળે આદિવાસીઓ ને આ તેલ સાવ મફતમાં પડી રહે છે.
શનાભાઈ વસાવા, ઝરવાની, સ્થાનિક આદિવાસીના જણાવ્યા અનુસાર આ ડોળીનું તેલ આરોગ્ય માટે ખુબ સારુ ગણાય છે.ખાસ કરીને માલીસ માટે આ તેલ વપરાય છે ખાવામાં પણ આરોગ્ય વર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાઓ ક્યારેય બીમાર પડતા નથી.હાલ રાજપીપલા ખાતે તેલ પીલવાની ઘંટીએ તેલ પિલાવવા આદિવાસીઓ રાજપીપલા ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વરસાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે.
તેલ ખાતી વખતે કડવાશકે કોઈ વાસ ન મારે તે માટે ગૃહિણીઓ ચૂલા પર તેલને ગરમ કરી છેઅને તેમાં થોડી લસણની કળીઓ નાંખી તેને કકડાવી લે છે ત્યાર બાદ તેનો ખાવામા ઉપયોગ કરાય છે. આ ખાદ્ય તેલ આરોગ્ય માટે ખુબ સારુ ગણાય છે. ડોળીના તેલના ફાયદા જાણ્યા પછી હવે આમ લોકો પણ ડોળીનું તેલ વાપરતા થયાં છે
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા