તે હેં… આવું કરાતું હશે ?

અરુણિતા અને પવનદીપની (ટીઆરપી વધારવા માટે ઊભી કરાયેલી) પ્રણય કથા

આલેખનઃ રમેશ તન્ના

ઈન્ડિયન આયડોલ 12ની સિઝનની 15મી ઓગસ્ટે 12 કલાકની ફાયનલ છે. બારે-બાર સિઝનમાં પહેલો નંબર આપવો પડે તેવાં અરુણિતા અને પવનદીપ સંયુક્ત રીતે ટ્રોફી જીતશે તેવા અણસાર છે.

અરુણિતા અને પવનદીપ નેચરલ ગાયકો છે. પવનદીપ તો ખાસ. પવનદીપ વિશે અમે એક જુદો લેખ કરવાની છીએ તેથી અહીં ખાસ નથી લખતા. પણ…

આ સોનીવાળાએ, ઈન્ડિયન આયડોલવાળાઓએ જે રીતે ટીઆરપી વધારવા અરુણિતા અને પવનદીપની આભાસી લવ સ્ટોરી ઊભી કરે તે અમને સહેજે ના ગમ્યું. રિયાલીટી શોને લોકપ્રિય કરવા જાતભાતનાં ગતકડાં થતાં જ હોય છે. એ પણ ના થવાં જોઈએ, પણ બે ઉગતા અને નિર્દોષ અને માસૂમ યુવાનોને ફરજિયાત પ્રેમનો અભિનય કરાવવો એ કંઈ ઠીક નથી. જ્યારે જ્યારે આવાં દશ્યો ભજવવાની એ બન્નેને ફરજ પડાઈ ત્યારે તેમના ચહેરા પરનો અણગમો, અજંપો, ગ્લાનિ વગેરે વગેરે તરત જ કળી શકાતાં હતાં.

ભૈ સાબ, તમે આવું ના કર્યું હોત તોય તમારી ટીઆરપી વધત જ, કારણ કે અરુણિતા અને પવનદીપ સહિત કુલ છ સ્પર્ધકો જબરજસ્ત છે જ.

આવી પરદા પરની પ્રણય સ્ટોરી શોભે નહીં.

અમને એવું લાગ્યું, તમને શું લાગ્યું ?

અને હા, પવનદીપ અને અરુણિતાને સાંભળવાં અમને ખૂબ ગમે છે. પવનદીપ જરાક વધારે..

(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)