વિશ્વ યુવા દિવસ નિમિતે પ્રથમ ગુજરાત યુથ લીડરશીપ રાઉન્ડટેબલ યોજાયી.

એલિક્ઝિર ફોઉન્ડેશન અને ગુજરાત યુથ ફોરમ દ્વારા યુનિસેફ અને યુવાહ ની ભાગીદારી સાથે વિશ્વ યુવા દિવસ નિમિતે પ્રથમ ગુજરાત યુથ લીડરશીપ રાઉન્ડટેબલ યોજાયી.

આંતરરાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે 12 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ વિશ્વભરના યુવાનોને તેમના દેશમાં યુવાનોની પરિસ્થિતિ વિશે જાગૃતિ લાવવા પ્રવૃત્તિઓનું આયોજન કરવા પ્રોત્સાહિત કરે છે અને સાથે સાથે યુવાનો ના મનોભાવ ને ઉજવે છે.
ભારતમાં વિશ્વની સૌથી મોટી યુવાનોની વસ્તી છે જે 10 થી 24 વર્ષની વચ્ચે 356 મિલિયન છે, એટલે કે કુલ વસ્તીના 28 ટકા. 2011 ની વસ્તી ગણતરી મુજબ, 60 મિલિયનની ગુજરાતની લગભગ 30 ટકા વસ્તી 10-24 વર્ષની એટલે કે 17.8 મિલિયનની છે.

12 ઓગસ્ટના રોજ યુનિસેફ-યુવાહના સહયોગથી એલિક્સીર ફાઉન્ડેશન અને ગુજરાત યુથ ફોરમ એ ગુજરાત યુથ લીડરશીપ રાઉન્ડટેબલ નું આયોજન કર્યું જે નો મુખ્ય ઉદેશ્ય નિર્ણય લેનારાઓ અને યુવાનોને એક જ મંચ પર લાવવા અને સંવાદને સરળ બનાવવા નું હતું અને આ રાઉન્ડટેબલએ યુવાનોના અવાજો સાંભળવા અને નિર્ણય લેનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ રાઉન્ડટેબલ માં યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત કરાઈ હતી અને તમામ પરિબળો વિકાસશીલ ઉકેલો માટે ગણવામાં આવ્યા હતા. ચોક્કસ સમસ્યાઓ માટે ઉકેલો બનાવતી વખતે ‘જીવંત અનુભવ’ ધરાવતા યુવાનોની ભાગીદારી નિર્ણાયક છે અને આ રાઉન્ડટેબલ દ્વારા સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી આકાંક્ષાઓ, સફળતાની વાર્તાઓ, ઉકેલો અને નવીનતાઓ જાણવા મળી હતી.

ગુજરાત યુથ લીડરશીપ રાઉન્ડટેબલ ની ઉદ્ઘાટન ટિપ્પણીઓ આપતા યુનિસેફ ગુજરાત ના વડા ર્ડો લક્ષ્મી ભવાની એ કહ્યું કે ” આજે, અમે યુવાનો, યુવાનોની આગેવાની હેઠળની સંસ્થાઓ, વિવિધ સરકારો અને અન્ય લોકોની ઉજવણી કરીએ છીએ જે સમુદાયોને મદદ કરવા અને દરેક જગ્યાએ યુવાનોને ઉત્થાન આપવા માટે કાર્યરત છે. આ વેબિનરનો હેતુ યુવાનોના અવાજ અને સક્રિયતામાં પરિવર્તન લાવવાની અને આપણા વિશ્વને યુનિસેફ ના મૂલ્યો અને દ્રષ્ટિની નજીક ખસેડવાની રીતોને પ્રકાશિત કરવાનો છે.”

આ ગુજરાત યુથ લીડરશીપ રાઉન્ડટેબલ માં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્ર સરકાર ના માનનીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રી શ્રી મનસુખ માંડવીયા એ વિશેષ હાજરી આપી હતી. તેમને યુવાનો ને સંબોધીને કહ્યું કે “કોવિડ રાહત કાર્ય અને રસીકરણ અભિયાનમાં યુવાનોનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. અમે તે માટે વધુ ને વધુ યુવાનો ને સરકાર સાથે હાથ મિલાવીને કામ કરવા તરફ જોડાવા આતુર છીએ. સાથે સાથે ભારતીય યુવાનોને રાષ્ટ્રમાં જ ઘણી મોટી તકો મળશે. હું યુવાનોને વિનંતી કરું છું કે તેઓ વૈશ્વિક સ્તરે ઘણું બધું શીખે પરંતુ તેમને આગ્રહ છે કે તેઓ રાષ્ટ્રમાં પણ અમૂલ્ય યોગદાન આપે. તેમને યુવાનો ને તે પણ જણાવ્યું કે રાષ્ટ્ર્રભક્તિ એ ફક્ત સેના માં જોડાવું નથી, પરંતુ તમે જે ક્ષેત્ર માં છો તેમાં આગળ વધીને દેશ ને કામ આવું પણ એક રાષ્ટ્રભક્તિ છે. યુવાનો એ પોતાની શક્તિ પાર વિશ્વાસ રાખવો જોઈએ, વાત કરીયે ઓલિમ્પિક્સ ની તો ઓલિમ્પિક મેડલ પણ યુવા સશક્તિકરણ ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે”

યુવાનો ને પ્રેરણા આપતા માનનીય મંત્રી શ્રી એ કહ્યું કે “યુવાનો આગળ આવે ત્યારે સત્યનો વિજય થાય છે. ભવિષ્યમાં સત્યનો વિજય થાય તે માટે યુવાનોએ આગળ આવવાની જરૂર છે. યુવાનોએ વ્યસન થી દૂર રહેવું જોઈએ કારણ કે જ્યારે યુવાનો તંદુરસ્ત હશે ત્યારે રાષ્ટ્ર સ્વસ્થ હશે.” અંતે મંત્રી શ્રી એ કહ્યું કે “ભારત માટે યુવાનો ની ‘પ્રતિબદ્ધતા’ અને ‘યોગદાન’ ટૂંક સમયમાં આપણા સપનાનું ન્યુ ઇન્ડિયા બનાવશે. ભારતીય યુવાનો વૈશ્વિક સ્તરે રાષ્ટ્રને ગૌરવ અપાવે છે.””
તે પછી ગુજરાત માંથી 6 યુવાનો, જેમને કોવીડ 19 દરમિયાન વિશિષ્ઠ કામગીરી કરી હતી જેમને પોતાના મંતવ્ય રજુ કર્યા.

આ પેનલ માં ર્ડો મિત ઘોનીયા, રંગમ ત્રિવેદી, કાજલ વૈષ્ણવ,જૈમિન શાહ, બોંબડીયા કરિશ્મા, દૈયા વર્ષ નો સમાવેશ થયો હતો જે ગુજરાત ના વિવિધ જિલ્લાઓ માંથી આવે છે. આ પેનલ નું સંચાલન યુનિસેફ ના મોઇરા દાવા એ કર્યું હતું.

આ રાઉન્ડટેબલ ના અંત માં ગુજરાત યુથ કોનક્લેવ નો બીજી આવૃત્તિ લોન્ચ કરવામાં આવી, જેના વિષે વાત કરતા એલિક્ઝિર ફોઉન્ડેશન ના કૃણાલ શાહ એ જણાવ્યું કે “યુવાનો એ રોકાણ કરવા માટે સૌથી શ્રેષ્ઠ સંપત્તિ છે અને તેમની પ્રગતિ સાથે સમાજ, રાજ્ય અને દેશ ની પ્રગતિ જોડાયી છે. યુવાનો નવીન ઉકેલો સૂચવે છે અને તેમના અમલ માટે કટિબદ્ધતા થી કામ કરે. ગુજરાત યુથ કોન્ક્લેવ વિચારોની ચર્ચા કરવા, પ્રાથમિકતાઓને નક્કી કરવા, તેના ઉકેલો મેળવવા અને નવીનતાઓનો અમલ કરવામાં માને છે. ગુજરાત યુથ કોન્ક્લેવ યુવાનોને સંયુક્ત રીતે સામાન્ય પડકારોનો સામનો કરવા તેમજ સમાજની સુધારણા માટે સામાન્ય લક્ષ્યો હાંસલ કરવા માટે તેમના યોગદાનને આગળ વધારવાની એક અનોખી તક આપવા માંગે છે.”

અંતે ગુજરાત યુથ લીડરશીપ રાઉન્ડટેબલ નો સાર આપતા અને આભાર વિધિ કરતા એલિક્ઝિર ફોઉન્ડેશન ના પ્રેસિડેન્ટ માધીશ પરીખ એ કહ્યું કે “યુવાનો ને સકારાત્મક અભિગમ આપવા અને તેમને પોતાના સમાજ અને રાષ્ટ્ર તરફ જાગૃત કરવા એલિક્ઝિર ફોઉન્ડેશન વર્ષો થી કામ કરી રહ્યું છે અને યુવાનો એ કોરોના દરમિયાન ખુબ જ નીડરતા પૂર્વક પોતાની જવાબદારી નિભાવી છે. અપડે બધાએ સાથે મળીને નવા ભારત નું નિર્માણ કરવાનું છે અને એનું સપનું પૂરું કરવાનું છે.”

આ વેબિનાર માં 380 થી વધુ લોકો જોડાયા હતા અને લાઈવ નિહાળ્યું હતું.