અમદાવાદમાં મિસ અને મિસિસ ઇન્ટરનેશનલ 2021નું 13 અને 14ના રોજ ઓડિશન
અમદાવાદ શહેરમાં મિસ અને મિસિસ ઇન્ટરનેશનલ 2021નું અગોરા મોલ ખાતે ઓડિશન 13 અને 14 ઓગસ્ટના રોજ હોય તેમાં 50-80 થી વધુ લોકો જોડાશે. જજ તરીકે હીના શુક્લા, સંકેત પવાર અને પૂજા પ્રજાપતિ, અને બ્રાન્ડ પાર્ટનર- રાજલક્ષ્મી ચૌધરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે.
આ અંગે પરિનાઝ પ્રોડક્શનના સ્થાપક કનિકા શર્માએ જણાવ્યું હતું કે “આ વખતે અમે મહિલા સશક્તિકરણ માટે કામ કરવાનું નક્કી કર્યું છે, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમે બધાનો સમાવેશ કરી શકીએ, તેથી ‘ મિસ અને મિસિસ, ફ્રેશર છોકરીઓ અને મહિલાઓ, જે તકો શોધે છે. તેમના માટે આ યોગ્ય પ્લેટફોર્મ છે.
અમે ફેશન મનોરંજન ઉદ્યોગમાં પગ મૂકવા ઇચ્છુક બાળકો માટે એક ઇવેન્ટનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અમારી આગામી ઇવેન્ટ ટ્રાન્સજેન્ડર્સ માટે સમાજમાં સન્માન અને યોગ્ય દરજ્જો મેળવવા માટે તેમને ટેકો આપવા માટે રહશે.
https://youtu.be/EBtd0FcwvuM