કોરોનામાં પિતાનું છત્ર ગુમાવનાર અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળની લાભાર્થીને સહાય યોજનાના મંજૂરી પત્રો અને શૈક્ષણિક કિટ્સ એનાયત કરાયા

ઝિયા સોની કહે છે કે પ્રજા વાત્સલ્ય મુખ્યમંત્રીની સંવેદનાસભર હુંફથી હવે હું કલેકટર બનવાનો
મારો ધ્યેય-લક્ષ્ય હાંસલ કરીને જ જંપીશ

મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીને તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેછાઓ સાથે મુખ્યમંત્રીને ઇશ્વર સારૂં સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય અર્પણ કરે તેવી ઝિયાની માતા રીનાબેનની પ્રાર્થના


રાજપીપલા,તા 6

ગુજરાતના સંવેદનસીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકારના સુશાસનનાં પાંચ વર્ષ નિમિતે આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે સંવેદન દિન નિમિતે યોજાયેલા જિલ્લાકક્ષાના “સેવા સેતૂ” કાર્યક્રમમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોના કાળમાં માતા કે પિતા ગુમાવનાર એક વાલીવાળા લાભાર્થી બાળકોને સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે આ સહાય યોજનાના મંજૂરી પત્રો અને શૈક્ષણિક કિટ્સ એનાયત કરવાના કાર્યક્રમમાં રાજપીપલાની લાભાર્થી દિકરી ઝીયા આશિષભાઇ સોની જણાવે છે કે મુખ્યમંત્રીના આ પ્રજાકલ્યાણના કાંમથી હું ખુબજ પ્રોત્સાહિત થઇ છુ અને મારા જીવનનો ધ્યેય-લક્ષ્ય કલેકટર બનવાનો રહેલો છે, તેને હું હાંસલ કરીને જ જંપીશ. પ્રજા વાત્સલ્ય મુખ્યમંત્રીએ આજે જાહેર કરેલી આ યોજનાના લાભને લીધે હવે હું મુખ્યમંત્રીશ્રીની સંવેદનાસભર હુંફથી મારા ક્ષેત્રમાં આગળ વધીશ અને આવી રીતે હું પણ પ્રજાકીય સેવા કરીશ.

ઝિયા સોની વધુમાં જણાવે છે કે કોરોનાકાળમાં જયારે મારા પિતાનું અવસાન થયું હતું ત્યારે હું ખૂબજ વીક અને નિરૂત્સાહ બની ગઇ હતી અને મારી માતા અત્યાર સુધી મને હિંમત સાથે હૂંફ પૂરી પાડતી હતી. પરંતુ હવે જ્યારે સરકારએ એક વાલીવાળા બાળકોને પણ મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત કરી ત્યારથી, મારામાં વધુ હિંમત આવી છે, જેથી હું હવે કંઇ કરી બતાવીશ અને મારા શિક્ષણમાં આગળ વધીને મારા જીવનનું લક્ષ્ય અવશ્ય હાંસલ કરીશ. હવે મારા મમ્મી ફ્રી છે. સરકારશ્રીએ માંરૂ વિચાર્યુ છે, એટલે હવે મારા મમ્મીને મારૂં વિચારવું નહી પડે. સરકારશ્રીને અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીને આજના તેમના જન્મદિને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ધન્યવાદ આપું છું.

લાભાર્થી દિકરી ઝિયાની માતા રીનાબેન સોની જણાવે છે કે, સો પ્રથમ તો હું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેછાઓ સાથે ઇશ્વર એમને સારૂં સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય અર્પણ કરે એવી મારી પ્રાર્થના છે મુખ્યમંત્રીએ ઘણી બધી એવી યોજનાઓ અમને આપી છે જે દરેક નાગરિકને ખૂબ લાભદાયક છે. એક વાલીવાળા લાભાર્થી તરીકે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અમે પણ આજથી લઇ રહ્યાં છે, જેના માટે હું તેમને અભિનંદન પાઠવું છું. અને આભારપણ વયક્ત કરૂ છું કે એક માતા પિતાની છત્ર ગુમાવરનાર બાળક દરેક રીતે કમજોર પડી જાય છે પરંતુ મુખ્યમંત્રી સાહેબે આ યોજનાઓ આપી દરેક સિંગલ પેરેન્ટસ માટે એક સહાય કરી જેથી બાળકની મા કે બાપને તકલીફ ન પડે અને બાળક આગળ વધી શકે. અને ભવિષ્યમાં બાળકના જે સ્વપ્નો છે તે તોડવા ન પડે અને એટલા માટે જ સરકારની આ યોજનાથી મને આનંદ છે, માટે હું ફરી વારંવાર મુખ્યમંત્રી
ને ધન્યવાદ આપ્યા હતા.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા