પહેલાં આતંકવાદનો સફાયો જરૂરી અંકલ સેમે પાકને સંભળાવ્યું

વોશિંગ્ટન ભારત પ્રવાસના પહેલાં અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચેનું ટેન્શન ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ટ્રમ્પની ભારત મુલાકાતના ઠીક બે દિવસ પહેલાં વ્હાઇટ હાઉસે ભાર દઈને કહ્યું હતું કે બંને પડોશી દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે સફળ વાતચીત ત્યારે જ સંભવ થશે, જ્યારે પાકિસ્તાન પોતાની જમીન પર પોષી રહેલા આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓનો પર સકંજો કસશે