હવાલા કૌભાંડ મામલે મદનલાલ જૈનની 7.63 કરોડની પ્રોપર્ટી સીઝ

સુરત: પાંચ વર્ષ અગાઉ સામે આવેલાં રૂપિયા પાંચ હજાર કરોડના બોગસ એક્સપોર્ટ સ્કેન્ડલમાં સંડોવાયેલાં આરોપી મદનલાલ જૈનની રૂપિયા 7.63 કરોડની પ્રોપર્ટી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ જપ્ત કરી છે. આ કાંડમાં મદનલાલ જૈન સામે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ કરી હતી. આ એટેચમેન્ટ સાથે ત્યાર સુધી 37 કરોડની સંપત્તિ સિઝ કરી છે