ઇન્ડિયા ફર્સ્ટનો ભાવ જગાવવાનું મુખ્યમંત્રીનું આહ્વાન

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના બીજા પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવા છાત્ર શક્તિને તેમણે મેળવેલી શિક્ષા-દિક્ષાના આધારે આત્મવિશ્વાસથી આગળ વધી રાષ્ટ્ર સ્વાભિમાન- ઇન્ડિયા ફર્સ્ટનો ભાવ જગાવવા માટે પ્રેરક આહવાન કર્યું છે.