રાજપીપલા,તા 8
નર્મદા જિલ્લાના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર વર્ષ ૨૦૨૧-૨૨ માટે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા ઘટકો હેઠળ સહાય મેળવવા ૦૬/૦૩/૨૦૨૧ થી તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી https://ikhedut.gujarat.gov.in પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ ( i-khedut portal) પર ઓનલાઇન અરજી કર્યા ઓનલાઇન અરજીની નકલ દિન-૭ મા ૭/૧૨ અને ૮-અ,બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ,જાતીના દાખલાની નકલ ( અનુસુચિત જાતી / અનુસુચિત જન જાતી ) વિગરે જરૂરી સાધનિક કાગળો ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી, ખેતીવાડી શાખાને રજુ કરવા તથા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના જુદા જુદા ઘટકોમાં લાભ લેવા નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ: જ્યોતી જગતાપ,રાજપીપળા