સોનાની થાળીમાં જમશે ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ 24 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે, જેને માત્ર હવે 2 દિવસ બાકી છે, ત્યારે તેમના સ્વાગત માટેની તૈયારીઓને છેલ્લો ઓપ આપાવમાં આવી રહ્યો છે. ટ્રંપ ક્યારે જશે, ક્યાં જશે અને કંઈ જગ્યાએ રોકાશે આ બધી જ વસ્તુએને પહેલાથી જ નક્કી કરી લેવામાં આવી છે. દરેક વસ્તુ પર ખૂબ જ નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ટ્રંપ અને તેમના પરિવારને ભારતીય ભોજન સોના અને ચાંદીની વરખવાળી થાળીમાં પીરસવામાં આવશે.