ટ્રમ્પનો ભારત પ્રવાસ કૉંગ્રેસે કહ્યું ખજાનો કેમ લૂંટાવ્યો? તો બીજેપીએ આપ્યો જવાબ

અમેરિકી રાષ્ટ્રપતિનાં ભારત આવ્યા પહેલા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં સ્વાગતમાં અમદાવાદમાં એક સમિતિ દ્વારા 100 કરોડ રૂપિયાનાં ખર્ચ પર પ્રશ્ન ઉઠાવ્યો છે તો બીજેપીએ વળતો પ્રહાર કરતા પુછ્યું કે ભારતનું કદ વધી રહ્યું છે તો કૉંગ્રેસ ખુશ કેમ નથી? બીજેપીએ કહ્યું કે આજે જે પ્રકારનાં કરાર ભારત અમેરિકા સાથે કરી રહ્યું છે તેવું યૂપીએ સરકાર વિચારી પણ ના શકે.