*અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.બી.ગોહીલ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં પ્રોહીબિશનની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય, જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા વિગેરે પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા, ખાખબાઇ ગામે ભરવાડપા વિસ્તારમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૦૮, કિ.રૂ.૨૮૦૦/- સાથે તથા રાજુલા ઘનશ્યામ નગરમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૨, કિ.રૂ.૪,૨૦૦/- મળી, દારૂની બોટલ કુલ-૨૦ કિ.રૂ.૭,૦૦૦/- ના ગેરકાયદેસરના પ્રોહી. મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી હાલની કોરોના વાયરસ ( COVID-19 ) મહામારીની પરિસ્થિતિના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપીઓનો COVID-19 ટેસ્ટ કરાવવા સારૂ મજકુર બંને આરોપીઓને હસ્તગત કરી, આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે*
*પકડાયેલ આરોપીની વિગત:-*
(૧) જયરાજભાઇ હનુભાઇ વરૂ ઉ.વ.૨૧ ધંધો.માલઢોરનો રહે.ખાખબાઇ તા.રાજુલા જી.અમરેલી
(૨) ધીરૂભાઇ નાજાભાઇ જોગદીયા ઉ.વ.૩૨, ધંધો.મજૂરી રહે હાલ-રાજુલા, ઘનશ્યામ નગર તા.રાજુલા જિ.અમરેલી
મૂળ રહે- કંથારીયા તા.જાફરાબાદ જિ.અમરેલી
💫 આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી ડી.વી.પ્રસાદ તથા રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ. મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણાનાઓ જોડાયેલ હતા.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ