*ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો*

*ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો*

 

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી આ પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે.

 

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત રાજ્યમાં પ્રેરણા પ્રવાસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ૧૦૭ ખેડૂતોએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રેરણા પ્રવાસ દરમ્યાન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક એમ.એમ.ચૌધરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તે ઉપરાંત ખેડૂતોને કેન્દ્રની મુલાકાત અને કેન્દ્ર ખાતે ચાલતા પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ આયામોની વિગતવાર માહીતિ આપી હતી.

 

આ સાથે ખેડૂતોને હળદરના પાકમાં પ્રાકૃતિક ખેતી વધુ નફાકારક છે અને હળદરનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતોને વધારે ફાયદો થઈ શકે તે બાબતે ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

***