સાગબારા તાલુકાના
સેલંબા ગામે સગીર વયની કન્યાને લગ્નની લાલચે ભગાડી અપહરણ કરતા ફરિયાદ
રાજપીપલા, તા.25
સાગબારા તાલુકાના
સેલંબા ગામે સગીર વયની કન્યાને લગ્નની લાલચે ભગાડી અપહરણ કરતા સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે ફરીયાદી ભોગ બનનાર ના પિતાએ
આરોપી યોગેશભાઇ ઉર્ફે વિક્કી ઝુલાલભાઇ બીરારે (રહે.ખડકની,તા.સાગબારા, જીલ્લો. નર્મદા)સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપીએ ફરીયાદીની સગીર વયની ભાણીને લલચાવી,પટાવી, ફોસલવી લગ્ન કરવાના ઇરાદે આ કામના ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી ભગાડી જઇ ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા