આજે વિશ્વ વસ્તી દિન
૦૦૦૦૦૦
કચ્છમાં સ્ત્રી નસબંધી અને પુરુષ નસબંધીમાં નોંધપાત્ર કામગીરી કરાઇ
૦૦૦૦૦
આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિનની ૧૧ જુલાઇ થી ૨૪ જુલાઇ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરી ઉજવણી કરાશે
૦૦૦૦૦
ભુજ, સોમવાર
ભારતની વધતી જતી વસ્તી વચ્ચે સરકાર દ્વારા વસ્તી નિયંત્રણ માટે વિવિધ કામગીરી કરવામાં આવે છે. કચ્છની વાત કરીએ તો આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે કામગીરી કરવામાં આવતી હોય છે
જો ગત વર્ષેની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૨-ર૩ દરમ્યાન વિશ્વ વસ્તી દિન ઉજવણી અંતર્ગત ૧પ૪ લઘુશિબિર યોજવામાં આવી હતી. જેમાં ૬૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ ૩ તેમજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા કુટુંબ નિયોજન અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવી હતી.
જાગૃતિ લાવવા કેમ્પો તેમજ ૧૦ તાલુકામાં સેમીનાર ધ્વારા વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી હતી. સ્કુલોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ ૧ વકતૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.
ગત વર્ષે ૨૦૨૨-ર૩ દરમિયાન સ્ત્રી નસબંધી ૬૮૦૯ લક્ષ્યાંક સામે ૬૩૦૭ નસબંધી કરી ને ૯૩ ટકા કામગીરી કરાઇ હતી. જયારે આંકડી ૧૧૩૦૦ ના લક્ષ્યાંક સામે ૯૭૯૩ કામગીરી સાથે ૮૭ ટકા લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો.
આ વર્ષ ર૦ર૩-ર૪ વિશ્વ વસ્તી દિન ઉજવણી ૧૧ જુલાઈથી ર૪ જુલાઈ દરમિયાન કરવામાં આવનાર હોવાથી તેના ભાગરુપે વિવિધ કામગીરી કરવામાં આવશે.
૨૦૧૧ ની વસતિ ગણતરી પ્રમાણે કચ્છ જિલ્લામાં ગ્રામ્ય વસતિ ૧૩૬૩૮૩૬ તેમજ શહેરી વસતિ ૭ર૮પ૩પ છે આમ કુલ ર૦૯ર૩૭૧ વસ્તી છે. આ વર્ષે કુટુંબ નિયોજનમાં ઓપરેશન આંકડી સરકારશ્રી દ્વારા મળતા લાભો વિશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આવતા ગામડાઓમાં માઈક પ્રચાર કરવામાં આવશે. તેમજ ગામડાઓમાં જુથચર્ચા કરવામાં આવશે. આ વર્ષે ૧૬૬ ગુરુશિબિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ ર શિબિર યોજવામાં આવશે. જેમાં સ્ત્રી નસબંધીની સમજણ અને ચર્ચા કરવામાં આવશે .તેમજ તાલુકા દીઠ ર એન.એસ.વી. (પુરુષ નસબંધી) ની શિબિર કરવામાં આવશે. સાથે સાથે ૬૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ૧૪ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતી સ્કુલોમાં બેટી વધાવો અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા તેમજ એક પાત્રીય અભિનય કરવામાં આવનાર છે. ઉપરાંત જનજાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવનાર છે .સાથે સાથે ૧૦ તાલુકામાં દરેક તાલુકા દીઠ-૧ કુટુંબ નિયોજન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. તેમજ ૧૦ તાલુકામાં સેમીનારની ઉજવણી કરવામાં આવનાર છે.
જિજ્ઞા વરસાણી