રાજપીપલા કૃષ્ણ મીરેકલ હવેલી ના અમેરિકા રહેતા વ્યક્તિ અસિત બક્ષીએ ગૌરી વ્રત નિમિતે 200 બાળકીઓ ને સૂકા મેવા નું વિતરણ કર્યું.

નર્મદા :

Us માં રહેતા રાજપીપલા ના વતનીએ નાની બાળકીઓને ગૌરીવ્રત ની અનોખી રીતે ઉજવણી કરાવી


રાજપીપલા, તા 23

રાજપીપલાના વતની અમેરિકા માં રહેતા અસિત બક્ષીએ રાજપીપલા માં ગૌરીવ્રત નિમિતે 200 જેટલી ઉપવાસ કરનાર બાળકીઓને સૂકા મેવા નું વિતરણ કર્યું હતું.આજે કોરોના ની બીજી લહેરમાં લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે અને આ ગૌરીવ્રતમાં ખાસ નાની બાળાઓ વ્રત કરતી હોઈઅને 5 દિવસનો ઉપવાસ કરતા હોય છે.જેમાં બાલિકાઓને આ 5 દિવસમાં અલુણા કરવાના હોઈ અને આ ઉપવાસમાં સૂકો મેવો જેવા કે કાજુ, અખરોટ,બદામ જેવાસૂકા મેવા આ મોંઘવારી માં મા બાપ પોતાની દીકરીઓ ને આપી ન શકે ત્યારે us માં રહેતા અને હાલ વતન રાજપીપળામાં આવી નાની દીકરીઓ ને એક રમતના રૂપ માં જમાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ રમતમાં નાની બાળકીઓ માટે સૂકા મેવા નો એક ઢગલો કર્યો હતો.જે ઢગલો બાળકીઓએ કેટ વોક કરતા કરતા જઈ ને લૂંટયો હતો.બાળકીઓને રીતે રમત પણ રમાડી હતી.જે બાળકીઓનો વિજેતા જાહેર થઈ હતી, તે બાળકીઓ ને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપ્યા હતા

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા