સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન
નર્મદાના ડેડીયાપાડા તાલુકાના
જંગલ વિસ્તારમાં અ ૧૨ કી.મી. સુધી ચાલીને જંગલમાં પ્રવાસ કરીને વનસંપત્તિનું નિરીક્ષણ કર્યું.
ગંગાપુર રાઉન્ડ તથા સાગબારા રેન્જના જંગલોમાં ગેરકાયદેસર રીતે વૃક્ષોનું છેદન
જંગલમાંથી ખેરના તથા સાગના લાકડા ની ચોરી પકડી
મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી
મહારાષ્ટ્ર, વડોદરા તથા સુરત ખાતે ગેરકાયદેસર લાકડાનું વેચાણ
રાજપીપલા, તા1
નર્મદા જિલ્લાના જંગલોમા મોટા પાયે વૃક્ષછેદન અને ચોરી થતી હોવાની બાતમી મળતાં સાંસદ મનસુખ વસાવાએ જાતે જંગલો ખૂંદી વનવિભાગના સહયોગથી જંગલ ચોરી પકડી પાડી જંગલો બચાવવા એક અનોખું અભિયાન આદર્યું હતું.
હા,સાંસદ મનસુખ વસાવાએ વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન આદર્યું છે. જેમાં તેમણે નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર, ગુંદવાણ, ઘનપીપર થી બંતાવાડીના જંગલોના જંગલ
વિસ્તારમાં અંદાજિત ૧૨ કી.મી. સુધી ચાલીને જંગલમાં પ્રવાસ કરીને વનસંપત્તિનું નિરીક્ષણ કર્યું હતું. સાંસદ મનસુખભાઈએ અમારો આ સમગ્ર કાર્યક્રમ વન
સંપત્તિને બચાવો અભિયાનનો કાર્યક્રમ હતો.
અમને જે માહિતી મળી હતી, તે પ્રકારે ગંગાપુર રાઉન્ડ તથા સાગબારા રેન્જના જંગલોમાં નવા ખેડાણ વધતા જાય છે અનેગેરકાયદેસર રીતે વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે, ડેડીયાપાડા રેન્જના આર.એફ.ઓ.શ્રીમતી રમાબેન વસાવા તથા ફોરેસ્ટ વિભાગની ટીમને મળેલી
બાતમીના આધારે જંગલમાંથી ખેરના લાકડા તથા સાગના લાકડા કાપીને લઈ જવામાં આવી રહ્યા છે, તેઓની ટીમને ટેમ્પો અને ટ્રકમાં
મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, તે માટે સાંસદે તેમને તથા તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે પરંતુ
સમગ્ર નર્મદા જિલ્લામાં તથા ભરૂચ જિલ્લામાં જયાં થોડી ઘણી વન સંપત્તિ બચી છે, તે સાચવાની જરૂર છે નહિ તો ગેરકાયદેસર રીતે સારી
લાકડાં, ખેરના લાકડાં તથા આ બે નંબર વાળાઓ મહારાષ્ટ્ર, વડોદરા તથા સુરત ખાતે વેચી રહ્યા છે અને સાથે સાથે સમગ્ર
નર્મદા જિલ્લામાં તથા ભરૂચ જિલ્લામાં નવા ખેડાણો પણ તેટલા જ પ્રમાણમાં ચાલુ છે. જો આ જ પ્રકારે જંગલમાંથી વન સંપત્તિ નષ્ટ થશે,
તો ભવિષ્યમાં આદિવાસીના જીવન પર ખુબ જ વિપરીત અસર થશે તથા આદિવાસીઓનું જીવન જોખમમાં મુકાશે, કારણ કે વનસંપત્તિઅને આદિવાસી એક સિક્કાની બે બાજુ છે. વનસંપત્તિ ઉપર ગરીબ આદિવાસીઓ અનેક પ્રકારનું જીવન નિર્વાહ કરે છે. પોતાના પાડેલા
પશુઓ જેવા કે બળદ, ગાય, ભેંસ તથા બકરા વગેરે ચરાવવા માટે ખુલ્લા જંગલોમાં જાય છે અને અનેક પ્રકારની શાકભાજી, કંદમૂળ
સહિતની દવાઓ ખેતીકામમાં વનમાંથી જરૂરિયાત મુજબ તેના ઓજારો બનાવવા માટે તથા ઘર રીપેરીંગ માટે જંગલમાંથી લાકડુ તથા
ઘાસચારો મેળવી શકે છે, આમ સમગ્ર આદિવાસીઓનું જીવન વન અને જંગલ પર નિર્ભર છે, તેથી મેં તથા મારી સાથે પાર્ટીના આગેવાનો
એક નિર્ણય કર્યો છે કે વન સંપત્તિને બચાવવા અને ભવિષ્યમાં નવા વનો ઉભા કરવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવાનું અભિયાન નિરંતર ચલાવવાનું છે. તેના ભાગરૂપે મારી સમગ્ર ટીમે બપોરના ૧૨ થી સાંજના ૦૬ વાગ્યા સુધી નદી, ઝરણા, પર્વતો તથા ખાડાટેકરા વાળા રસ્તાઓ
પાર કરી સમગ્ર વનસંપતિનું વરસતા વરસાદમાં પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ત્રણથી ચાર કલાક સુધી ચાલીને ગંગાપુર ગામ થી બંતાવાડી ગામ
સુધીનો પ્રવાસ કર્યો અને આવનારા દિવસોમાં નિરંતર આ જ પ્રકારના વનસંપતી બચાવો અભિયાનના કાર્યક્રમો ચાલુ રાખવાનો અમે નિર્ણય
કર્યો છે અને આદિવાસી ભાઈઓને અપીલ કરીશું કે ચાલો આપણે સૌ સાથે મળી વન સંપત્તિને બચાવીએ.
આ કાર્યક્રમમાં મ જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ વસાવા, જાનકી આશ્રમના સંચાલક તથા હિંદુ ધર્મના
પ્રચારક સોનજીભાઇ વસાવા, જિલ્લા સિચાઈ સમિતિના ચેરમેન સોમભાઈ વસાવા, ડેડીયાપાડા જિલ્લા પંચાયતના સીટના સભ્ય
હિતેશભાઈ વસાવા, તાલુકા મહામંત્રી મનસુખભાઈ વસાવા, યુવા મોરચા મહામંત્રી લાલસીંગ ભાઈ વસાવા, તથા ડેડીયાપાડા તાલુકા
પંચાયતના ઉપપ્રમુખ માધુસિંહભાઇ તડવી, તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ વસાવા તથા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રકાશભાઈ
વસાવા તથા ગંગાપુર ગામના આગેવાન રામજીભાઈ વસાવા જોડાયા હતા.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા