દેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યો

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ
દેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યો

રાજપીપલા, તા 17

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ
દેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યોછે. જેમાં
૧. તાત્કાલીક અસરથી ખેતીવાડીમાં દિવસે ૧૦ કલાક વિજળી આપવું અને દિવસનો સમય રાખવો
કારણકે જંગલ વિસ્તાર છે અને હિંસક ઝેરી જાનવરોનું જોખમ રહેલ છે.
૨. હાલનાં વિજ ગ્રાહકોની સંખ્યા ને ધ્યાનમાં રાખી મોટો વિસ્તાર અને લાઇનો જંગલ માં લાંબીહોવાથી ખેતીની લાઇન માટે અલગ સ્ટાફ ફાળવવો જેથી સમય સર વિજળી મળે.
3. ચિકદા ૬૬ કે.વી. નવી કચેરીનો સ્ટાફ મંજુર કરવો જેથી સમયસર વિજ સેવા મળી રહે.
૪. ખેતીવાડીનાં નવા જોડાણનાં ડી.પી. તાત્કાલીક મંજુર કરવા વિનંતી.
૫. જ્યાં ખેતીવાડીનાં જોડાણ નથી આપી શકાતા ત્યાં સોલર પેનલ રાહત દરે આપવી.
૬. અગાઉનાં કેબલો ખરાબ થયા હોવાથી નવા કેબલો નાખવા, કેબલ ફોલ્ટનાં લીધે જંગલ
વિસ્તારનાં લોકોને ચોમાસા દરમીયાન ૨-૩ મહીના લોકોને અંધારામાં રહેવું પડે છે.
૭. ખેતરમાં રહેતા લોકોને પણ માનવતાના ધોરણે ઘરવપરાની વિજળી આપવાની માંગ કરી છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા