બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
શિક્ષણ જગતમાં નિમ્ન કક્ષાની ઘટનાઓ સામે સાંસદ મનસુખભાઇ વસાવાએ ઉઠવ્યાશિક્ષણ જગતના સવાલો
બે નંબરી આવકમાંથી બચવા તથા CSR ફંડ
સરકારમાં આપવાને બદલે જાતે જ શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્પિટલો ઊભી કરી રહ્યા છે.
સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો તથા કારકુનો બનાવી દેવામાં આવ્યા છે,
ગુજરાતમાં પ્રાથમિક થી કોલેજ સુધીનું શિક્ષણ ગુણવત્તાવાળુ મળતું નથી
આજે ગુજરાતમાં IAS અધિકારી, IPS
અધિકારી તથા મોટા ઉધોગોમાં કી-પોસ્ટની (મહત્વની જગ્યા પર) ગુજરાતીઓ નોકરી મેળવી શકતા નથી.
રાજપીપલા, તા 21
ભાજપાના
સિનિયર નેતા અને ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ ગુજરાતના શિક્ષણ જગતની અનેક ખામીઓ સામે સવાલો ઉઠાવતો લેટરબૉમ્બ ફોડ્યોછે.સાંસદ મનસુખભાઇ વસાવાએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને લખેલો પત્ર સોસીયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. જેમાં ભાજપના જ સિનિયર નેતા તરીકે ભાજપની સરકાર દ્વારા ચાલતા શિક્ષણ તંત્રની અનેક ખામીઓ સામે સવાલો ઉઠાવતા શિક્ષણ જગતમાં ખળભલાટ મચી ગયો છે.
પત્રમાં સાંસદ મનસુખભાઇએ જણાવ્યું છે કે શિક્ષણ જગતમાં નિમ્ન કક્ષાની ઘટનાઓ ઘટી રહી છે. આશરે 15 દિવસ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા થયેલ માટી કૌભાંડ બહાર આવ્યું અને માટી કૌભાંડ કરતાં પણ શરમથી માથું ઝૂકી
જાય તેવી ઘટના દક્ષિણ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ રૂપિયા 7500માં દિલ્લીની
ખાનગી સંસ્થા પાસેથી બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ ખરીદીયો. આવા તો શૈક્ષણિક સંસ્થાઓના ઘણા બધા અનેક
કિસ્સાઓ બહાર આવી શકે તેમ છે. કેટલાકઉધોગપતિઓ તથા ધનાઢય લોકો મૂળ બિઝનેસની સાથે શૈક્ષણિક સંસ્થાઓ
ઊભી કરી રહ્યા છે. તેમને શિક્ષણ માટેનો પ્રેમ નથી, પરંતુ માત્રને માત્ર તેઓની બે નંબરી આવકમાંથી બચવા તથા CSR ફંડ
સરકારમાં આપવાને બદલે જાતે જ શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્પિટલો ઊભી કરી રહ્યા છે.
તદઉપરાંત કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો તથા કારકુનો બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે
પ્રાથમિક થી કોલેજ સુધીનું શિક્ષણ ગુણવત્તાવાળુ મળતું નથી અને તેના કારણે આજે ગુજરાતમાં IAS અધિકારી, IPS
અધિકારી તથા મોટા ઉધોગોમાં કી-પોસ્ટની (મહત્વની જગ્યા પર) ગુજરાતીઓ નોકરી મેળવી શકતા નથી. જેમકે
ગુજરાતમાં બેંકો તથા કેન્દ્ર સરકારના ઘણા બધા એકમોમાં ગુજરાતીઓ નહિવત સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતમાં IAS,
IPS, કંપનીના એમ.ડી, જનરલ મેનેજરો, રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો, ઓ.એન.જી.સી, રેલવે તથા ટેલિકોમ એકમો જેવા
અન્ય કેન્દ્ર સરકારના સાહસોમાં માંડ ૦૧ થી ૦૫ ટકા ગુજરાતીઓ જોવા મળે છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં અનેક
પ્રકારની શક્તિઓ પડેલી છે, પરંતુ વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્રકારે ધ્યાન આપવું જોઈએ, તે પ્રકારે ધ્યાન અપાતું
નથી, ચોક્કસ વીઝન સાથે શૈક્ષણિક સંસ્થાઓએ જે કાર્ય કરવું જોઈએ, તે કાર્ય કરવામાં આવતું નથી. આપ
ગુજરાતના શિક્ષણ મંત્રી છો અને તમામ રીતે આપ સક્ષમ છો અને ઘણા વર્ષોથી ગુજરાત સરકારના અલગ-અલગ
વિભાગો આપ સ સંભાળી ચૂક્યા છો, તો આપની પાસેથી ગુજરાતની જનતા એ જ આશા અને અપેક્ષા
રાખે છે કે શિક્ષણમાં જે નાની-મોટી ક્ષતિઓ છે, જે બદીઓ છે, તેને હિંમતપૂર્વક દૂર કરવાના પ્રયત્ન કરશો,
તો ગુજરાતના યુવાનો ઉચ્ચ પદો હાસલ કરી શકશે અને તેઓ આપની પડખે ઉભા રહશે. તેવો મને આત્મવિશ્વાસ
વ્યક્તકર્યો હતો
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા