સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
ટ્રાવેલ એજન્ટો દ્વારા ટિકિટ કૌભાંડ
ઝડપાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
ટ્રાવેલ એજન્ટો દ્વારા ટિકિટ કૌભાંડ
ઝડપાયું



સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરેલ 23 ટિકિટો પકડાઈ.

વધુ પૈસા પડાવવા માટે મૂળ ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરતા ઝડપાયા.

ફરિયાદી નાયબ મામલતદાર એસ.એમ.પ્રજાપતિ
ટિકિટિંગ શાખાએ પોલીસ ફરિયાદ નોંધાવી


રાજપીપલા, તા.19

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ કોરોનાના કેસો ઘટતા ફરીથી પ્રવાસીઓ ઉમટી રહયા છે ત્યારે હાલ ઓનલાઇન ટિકિટ પ્રવાસીઓ બુક કરી રહ્યા છે. ત્યારે કેટલાક ટ્રાવેલીગ એજન્ટો વધુ નાણાં કમાવવાની લ્હાયમાં ઓનલાઇન ટીકીટમાં પણ કોમ્યુટરથી છેડછાડ કરી મૂળ ટિકિટની કિંમત કરતા વધુ નાણાંની રકમ લખી પ્રવાસીઓ પાસેથી વધુ નાણાં લઈ પ્રવાસીઓ સાથે રીતસરની છેતરપિંડી કરવાનું કૌભાંડ પ્રકાશમા આવ્યું છે.

આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સિક્યોરિટી દ્વારા ઓનલાઇન ટિકિટ ચેક કરતા એમા છેડછાડ કરી હોવાનું બહાર આવતા સ્ટેચ્યુ સત્તાવાળા ચોકી ઉઠ્યા હતા.
જેમાં પ્રાથમિક મળેલ માહિતી મુજબ પ્રવાસી પાસેથી ટ્રાવેલ એજન્ટે વધુ પૈસા પડાવવા માટે મૂળ ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરેલ હોવાનું ધ્યાને આવેલ છે.
જેથી એજન્ટ સામે ભોગ બનનાર પ્રવાસીએ ફરિયાદ કરતા ફરિયાદ કેવડિયા પોલીસ સ્ટેશન ખાતેફરિયાદી નાયબ મામલતદાર એસ.એમ.પ્રજાપતિ
ટિકિટિંગ શાખાએ પોલીસ ફરિયાદ નોંધાવીછે. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે સ્ટેચ્યુ ના પીઆરઓ રાહુલ પટેલે જણાવ્યું હતું કે હાલ મળેલ માહિતી મુજબ 23 ટિકિટ પકડાઈ છે.એજન્ટ ફર્મ માય વેલ્યુ ટ્રીપ દ્વારા કુલ – 23 ટિકિટજેમાં 19 એડલ્ટઅને 4 ચાઈલ્ડની કૂલ 23ટિકિટ પકડી છે.જેમાં 19 એડલ્ટ ની ટિકિટનો મૂળ ભાવ – 380 ના બદલે 430 ગણી કૂલ 50₹વધારે લીધા છે. એટલે કૂલ 19ટિકિટ ના 50રૂપિયા વધારે ગણતા 950રૂપિયા વધારે લેવાનો પ્રયાસ કર્યો છે જયારે 4 ચાઇલ્ડની ટિકિટ નો મૂળ ભાવ – 230 ના બદલે 250 ગણેલછે. એટલે આ ચાર ટિકિટના 20રૂપિયા વધારે લઈ ચાર ટિકિટ ના 80રૂપિયા વધારે મળી ને કૂલ 23ટિકિટના 1030રૂપિયાવધારે પ્રવાસી પાસેથી પડાવવા માટે ટિકિટ ના દરમાં છેડછાડ કરતા ઝડપાઈ જતા આ ટિકિટ કૌભાંડ પ્રકરણ સામે આવ્યું હતું અહીં સ્ટેચ્યુ પર લાખો પ્રવાસીઓ આવતા હોઈ આવા લેભાગુ એજન્ટો હાલ ચોમાસાના દેડકાની જેમ ફૂટી નીકળ્યા છે.ત્યારે સ્ટેચ્યુ સત્તાવાળા ને ધ્યાને આવતા પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે કેવડિયા પોલીસ સ્ટેશનમા નોંધાવેલી પોલીસ ફરિયાદની વિગત અનુસાર આરોપી સુરત ખાતેની માય વેલ્યુ ટીપ ટ્રાવેલ્સ એજન્સી ના ઓએ ૧૯ વ્યક્તીઓની ટીકીટમાં
એડીટ કરી રૂ.૫૦/- ઉમેરો કરી રૂ.૪૩૦/- વાળી ટીકીટના કુલ રૂ. ૮ ૧૭૦/- તેમજબીજા ૪ બાળકોની સ્ટેચયુની ટીકીટ રૂ.૨૩૦/
– મા રૂ.૨૦/- નો ઉમેરો કરી કુલ રૂ.૧૦૦૦/- નો ફેરફાર કરી અમારા અસલ દસ્તાવેજો સાથે છેડછાડ કરી પ્રવાસી ઓનેસ્ટેચ્યુ ઓફ યુનીટી ની ટીકીટનો ખોટો દસ્તાવેજ બનાવી આપી અને તે ટીકીટનો દૂરઉપયોગ કરાવડાવી ગુનોકરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળના અધિક કલેકટર હિમાંશુ પરીખ એ જણાવ્યું હતું કે અત્રે આવનાર તમામ પ્રવાસીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસિય પ્રોજકટના પ્રવાસનું આયોજન કરો ત્યારે અમારી વેબસાઈટ www.soutickets.in પરથી જ ટીકિટ બૂક કરાવવાનો આગ્રહ રાખે, અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન statue of unity ticket official પરથી પણ ટીકિટ બૂક કરાવી શકાશે. વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર – 1800 233 6600 પર ફોન કરી શકો છો( મંગળવાર થી રવિવાર,સવારે 8.00 થી સાંજે 6.00 સુધી )
ઉલ્લેખનીય છે કે,પ્રવેશ સ્થળે અત્યાધુનિક મશિનરી દ્વારા ટીકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે અને અત્રે ખાસ તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક પ્રત્યેક ટીકિટ સ્કેન કરતા હોય છે એટલે છેડછાડ કરેલ ટીકિટ અથવા તો ડુપ્લીકેટ ટીકિટ તુર્તજ પ્રકાશમાં આવી જાય છે.

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા