*એકવિટાસ સ્મોલ ફાઈનન્સ બેન્ક દ્બારા આંતરરાષ્ટ્રી માનવ અધિકાર એસોસિએશન અને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સહયોગથી આણંદ ખાતે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું.*

આજરોજ તા.12.09.2022 નાં રોજ આણંદ ખાતે આવેલ ઇકવીટાસ સ્મોલ ફાઇનનાસ બેન્ક ખાતે ઇકવીટાસ ટ્રસ્ટ અને આંતરરાર્ષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન ના ઉપ ક્રમે જોબ ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ જિલ્લાઓ માથી મોટી સંખ્યામાં યુવાનો એ ભાગ લીધો હતો આ જોબ ફેરમાં અલગ અલગ કંપની ના એચ.આર. ઇન્ટરવ્યૂ માટે આવેલા અને આ જોબ ફેરમાં અલગ અલગ શહેરો અને આસપાસ ના ગામડા ઓ માંથી બેરોજગાર યુવાનો અને યુવતીઓ એ ભાગ લીધો હતો અને આવેલા યુવનાઓ અને યુવતીઓ માંથી ઘણા લોકોનું સિલેક્શન કરવામાં આવ્યુ હતું.

તેઓ ને સારી જોબ અને સારી સેલરી થી જોબ આપવામાં આવી હતી. આ પ્રોગ્રામ માં આંતરરાર્ષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન ગુજરાતના ડિરેક્ટર નશરુદ્દીન રાઠોડ ખાસ હાજર રહ્યા હતા.તેઓના અથાગ પ્રયત્નોથી અને મેહનતથી આજના સમય માં બેકારી ના સમયમાં કઈ રીતે બેરોજગાર યુવાનો ને રોજગાર મળે તેના માટે હંમેશા પ્રયત્નો કરતા રહેતા હોઈ છે.

અને તેમના અથાગ પ્રયત્નો થી આજે ઘણા યુવાનો ને આ જોબ ફેરમાં ઇન્ટરવ્યૂ લઈ જોબ માટે સિલેક્ટ કરવામાં કરવામાં આવ્યા હતા. એવા યુવાનો એ તેમનો આભાર માન્યો હતો અને આ પ્રોગ્રામ નું સફળ આયોજન ઇકવીટાસ ટ્રસ્ટ અને આંતરરાર્ષ્ટ્રીય માનવ અધિકાર તેમજ સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સહયોગ થી કરવામાં આવ્યું હતું.