તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામની સીમમાં ચપ્પુ અને કોદાળી જેવા મારક હથિયારો ઉછળ્યા
ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ
રાજપીપલા, તા.19
તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામની સીમમાં ચપ્પુ અને કોદાળી જેવા મારક હથિયારો ઉછળતા ત્રણ ઈસમો સામેતિલકવાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદનોંધાઈ છે.
જેમાં ફરીયાદી અરવિંદભાઇ સોમાભાઇ બારીયા( ઉ.વ.પ૬ ધંધો-ખેતી રહે-ઝાઝપુરા તા.તિલકવાડા જી-નર્મદા)એ
આરોપીઓ
(૧) સંજયભાઇ સુખાભાઇ બારીયા (ર) જનકભાઇ સુખાભાઇ બારીયા (3) ઇંદ્રવદન સુખાભાઇ બારીયા (તમામ રહે-
ઝાઝપુરા તા-તિલકવાડા જી-નર્મદા)તિલકવાડા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગત અનુસાર
આરોપીએ ફરી.ને જમીનમાં ભાગ નહીં આપુ
તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ગમે-તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી તેમજબીજા આરોપીએ તેના હાથમાંનું ચપ્પ ફરી.ના જમણા હાથમાં
લીસોટો પાડી ઇજા પોહોંચાડેલ તથા આરોપી સાહેદ જયેશભાઇ અરવિંદભાઇ બારીયાએ છાતીના ભાગે નખ વગાડી ઇજા કરેલ તથા ગીરીશભાઇ બચુભાઇ બારીયાને તેના હાથમાંની કોદાળી થી માથાના ભાગે મારી ઇજા પહોંચાડીઆ ત્રણેય ઇસમો ગમેતેમ
ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એક બીજાને મદદગારી કરતા પોલીસે આરોપીઓસામે ફરિયાદ આપતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા