જમવા બાબતે બોલાચાલી તકરાર કરી ઝગડો કરતા ઉશકેરાયેલ પતિ એ તિક્ષણ હથિયાર મથમાં મારતા પત્ની નું ઘટના સ્થળે જ કરુણ મોત

દેડીયાપાડા તાલુકામાં ખોડાઆંબા ગામે પતિ એ પત્નીની કરપીણ હત્યા કરી.

જમવા બાબતે બોલાચાલી તકરાર કરી ઝગડો કરતા ઉશકેરાયેલ પતિ એ તિક્ષણ હથિયાર મથમાં મારતા પત્ની નું ઘટના સ્થળે જ કરુણ મોત

પતિ સામે ખૂનનો ગુનો નોંધાયો

રાજપીપલા, તા 11

દેડીયાપાડા તાલુકામાં ખોડાઆંબા ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરતા પતિ સામે ખૂનનો ગુનો નોંધાયો છે. જેમાં જમવા બાબતે બોલાચાલી તકરાર કરી ઝગડો કરતા ઉશકેરાયેલ પતિ એ તિક્ષણ હથિયાર માથમાં મારતા પત્ની નું ઘટના સ્થળે જ કરુણ મોતનીપજતા ડેડીયાપાડા પોલીસે
પતિ સામે ખૂનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં ફરિયાદી રવિદાસભાઇ ઉર્ફે મોલીયો ઇશ્વરભાઇ વસાવા (ઉ.વ 30 ધંધો.ખેતમજુરી રહે.ખોડાઆંબા
નવિનગરી તા. દેડીયાપાડા જી.નર્મદા,)એ આરોપી
ઇશ્વરભાઇ ફુલસીંગભાઇ વસાવા (રહે.ખોડાઆંબા,નવિનગરી તા. દેડીયાપાડા જી.નર્મદા)સામે ફરિયાદ દાખલ કરી છે.

બનાવની વિગત અનુસાર ફરીયાદીની માતા મરણ જનાર બહેનટેડગીબેન ઇશ્વરભાઇ ફૂલસિંગભાઇ વસાવા( ઉં.વ.૨૦ રહે.ખોડાઆંબા, નવિનગરી, તા.દેડીયાપાડા)તેમજ આ કામના આરોપી બન્ને પતિ પત્નિ થાય છે.અને તા.૦૮/૦૬૨૦૨૧.ના
રોજ આ કામના આરોપીએ આ કામે મરનાર તેની પત્નિ સાથે જમવા બાબતે બોલાચાલી તકરાર કરેલ અને આ ઝગડો કરેલ. તેવખતે આરોપીઇશ્વરભાઇ વસાવાએ મરનારને ગાળો બોલી કોઇ હથીયાર વડે માથામાં ડાબી બાજુ તેમજ કપાળમાં જમણી આંખની ભ્રમર ઉપરના ભાગે તેમજ શરીરના ભાગે કોઇ હથીયાર વડે માર
મારી ગંભીર ઇજાઓ કરી આ કામના આરોપીએ પોતાની પત્નિનું સ્થળ ઉપર મોત નિપજાવી ખુન કરી ગુનો કરતા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા