ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ગામોમાં નનામીની સુવિધા ફાળવવાની માંગ

નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ગામોમાં નનામીની સુવિધા ફાળવવાની માંગ

રાજપીપલા, તા 17

નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ગામોમાં નનામીની સુવિધા ફાળવવાની માંગ ઉઠી છે

ગામલોકોની સુખાકારી માટે રસ્તા, પાણી,ગટર ,લાઈટ જેવી અનેક સગવડો ગામ પંચાયત કરતી હોય છે. પણ આ અગત્યની ગણાતીનનામી ને નજર અંદાજ કરીદઈયે છીએ. કોઈ યાદ કરતું નથી. કયારે જરૂર પડસે તે કોઇ કહી શક્તું નથી.જ્યારે જરુર પડે ત્યારે દોડધામ કરીને આડોશી પાડોશી કે સગા સબંધીઓ સૌથી પહેલા આ વ્યવસ્થા કરવામાં લાગી જાય છે. ગામ પંચાયત પાસે અનેક પ્રકારના જનસેવા ના કામો કરવાની તક હોય છે.અને ફરજ પણ છે. તો પંચાયત આ કામ ન કરી શકે? ગ્રામ પંચાયત આ કામ કરી શકે છે .પણ તેઓ જાણકારીના અભાવે આ સામાન્ય લાગતી પણ અતિ આવશ્યક સેવા ગણાતી નનામી લાવવાનું માર્ગદર્શન તેમને મળતું હોતું નથી. છે તો આવો ખર્ચ કરાય કે નહી તેવા અવઢવ મા નિર્ણય કરી શક્તા નથી
.તેથી આ પરિસ્થિતિ પેદા થાય છે. છેલ્લા બે વર્ષમાં દરેક ગામમાંથી એક કરતાં વધુ માણસોના મૃત્યુ થયા છે.તેઓ માટે આ પ્રશ્ન અગત્યનો થઈ પડયો હતો કેટલાક ખાસ માણસોના અવસાન થતાં ગામ પંચાયતના તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના આગેવાન નેતા ઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવી સમશાન યાત્રા માં જોડાતા હોય છે . તેમને પણ આ વિચાર આવ્યો હોય એમ લાગતું નથી. બે વર્ષ પહેલા તિલકવાડા મા પેન્શન મન્ડળ પ્રમુખ છગનભાઈ વણકાર તથા તાલુકા વિકાસ અધિકારી દિપેસ પટેલ અને અન્ય સેવાભાવીઓ એ સહયોગીઓ શોધી જરૂરિયાત વાળાં 20 થી વધુ ગામોને આ સગવડ પુરી પાડી હતી. તેથી આ તકે ગામ પંચાયતના તમામ સભ્યો,સરપંચ,તલટી ઓ અને તાલુકા પંચાયત ના હોદ્દેદારો તાલુકા વિકાસ અધિકારી ઓ આ પ્રશ્ન ગ્રામ્ય લેવલે ખૂબ વેગવંતો બનાવે એક ઝુંબેશ ચલાવી ને દરેક ગામ ની જરૂરિયાત પ્રમાણે નનામીની વ્યવસ્થા કરે એવી લોકોની
માંગ ઉઠી છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા