એચ.એ.કોલેજમાં “ઇન્ટરનેશનલ ડે
ફોર જસ્ટીસ” ઉપર વક્તવ્ય યોજાયુ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના કાયદા વિભાગ ધ્વારા “ઇન્ટરનેશનલ ડે ફોર જસ્ટીસ” નું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ. સર એલ.એ.શાહ લો કોલેજના પ્રિન્સીપાલ તથા ગુજરાત યુનિવર્સિટીના કાયદા શાખાના ડીન ઋષિકેશ મહેતાએ મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપ્યુ હતુ. પ્રિ.મહેતાએ કહ્યું હતુ કે વિશ્વની દરેક વ્યક્તીને પોતાનો અધિકાર તથા ન્યાય મળે તે પાયાની જરૂર છે. તંદુરસ્ત સમાજમાં શાંતી, સલામતી તથા વ્યક્તીનું સ્વમાન હોવુ જરૂરી છે. ન્યાયપાલીકા દરેક ભોગ બનેલી વ્યક્ર્તીને પુરૂ વળતર તથા ન્યાય મળે તેનું હંમેશા ધ્યાન રાખે છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ન્યાય સમયસર મળવો જોઈએ જો બહુજ મોડો મળે તો તે ન્યાય ના મળવા બરાબર છે. જે સમાજમાં વ્યક્તી કાયદાથી ડરે તેજ સમાજ પ્રગતી કરી શકે છે. સામાન્ય વ્યક્તીની ન્યાયપાલીકા પ્રત્યે ઘણી મોટી અપેક્ષા છે. ન્યાય ઝડપી, સસ્તો તથા સાચો મળે તેજ તંદુરસ્ત સમાજની નીશાની છે. કોલેજના કાયદા વિભાગના પ્રા.અનુરાધા પાગેદારે પ્રાસંગોચિત વિચારો રજૂ કર્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરીને સેશનને જીવંત બનાવી હતી.