50 બંદીવાનોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ અપાવ્યો.


જીતનગર ખાતે આવેલ રાજપીપલા જિલ્લા જેલમાં 50 બંદીવાનોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ અપાવ્યો.

રાજપીપલા, તા.17

જીતનગર ખાતે આવેલ રાજપીપલા જિલ્લા જેલમાં 50 બંદીવાનોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ અપાવ્યોહતો.
સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસથી જેલના બંદિવાનો સંક્રમિત
ન થાય તેના ભાગરૂપેઅધિક પોલીસ મહાનિર્દેશક
જેલ અને સુધારાત્મક
વહિવટની કચેરી,અમદાવાદના ડો. કે.એલ.એન.રાવ તથાપોલીસ
મહાનિરીક્ષક(જેલ) ડો.એસ.કે.ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ
તા.૧૫-૦૭-૨૦૧૧ના રોજ રાજપીપળાના જીલ્લા આરોગ્ય અધિકારી વિપુલભાઇ
ગામીતની સુચના અન્વયે આરોગ્ય અધિકારી મેધાબેન જોષી દ્રારા બંદિવાનોની
તબીબી ચકાસણી કરી ૫૦(પચાસ) બંદિવાનોને કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝઆપવામાં આવ્યો હતો ઇ.ચા.અધિક્ષક એલ.એમ.બારમેરાએ જણાવ્યું હતું પ્રથમ ડોઝ લીધા પછી બીજો ડોઝ પણ બંદીવાન ભાઈઓએ લઈ લીધી છે.બંદીવાનના સ્વાસ્થ્યની પૂરતી કાળજી રાખવામાં આવે છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા