નર્મદા પોલીસ નું ચીકાવનારું તારણચિંતાનો વિષય
ગામડાઓની પરિસ્થિતિ ખુબજ ગંભીર છે
નથી કોઈ ટેસ્ટ કરાવતા કે નથી સરકારી હોસ્પિટલ જઈ સારવાર લેતા!
મેડીકલ ટીમ ટેસ્ટ કરવા માટે જાય તો બીમાર વ્યક્તિ ને ધરમા તાળુ મારી બાકીના બધા સભ્યો ખેતરે જતા રહે છે….!
મારા ધરે મમ્મી પપ્પા મારા પત્ની સહીત કુટુંબ ના સભ્યો સંક્રમિત છે
પોતાની જાત ને બચાવી પોતે જ કોરોના વોરીયર બનો
ડેડીયાપાડા પોલીસે લોકોને કરી જાહેર અપીલ બહારગામ જવાનું બિલકુલ બંધ કરી દો.પરિવાર માં લગ્ન હોય તો લગ્ન બંધ રાખો..
હોળી બાદ કોરોના મહામારીએ ખુબ ગંભીર સ્વરૂપ ધારણ કરેલ છે
રાજપીપલા, તા 25
નર્મદામાં કોરોના રેટ અને ડેથ રેટ રોકેટ ગતિએ વધી રહ્યો છે ત્યારે તેને રોકવા હવે પોલીસ પણ આગળ આવી છે. પોતાની જાત ને બચાવી પોતે જ કોરોના વોરીયર બનો. ડેડીયાપંથક માં સતત રોજના વધતા જતા કેસો સામે ડેડીયાપાડાપીએસઆઇ એ આર ડામોરે સૌને જાહેર અપીલ કરી છે પોલીસે ખુદ જાહેર અપીલમાં કેટલીક ચોંકાવનારી હક્કીત જણાવી છે.
જેમાં નર્મદા પોલીસ નું ચીકાવનારું તારણચિંતાનો વિષય બન્યો છે ગામડાઓની પરિસ્થિતિ ખુબજ ગંભીર છે
નથી કોઈ ટેસ્ટ કરાવતા કે નથી સરકારી હોસ્પિટલ જઈ સારવાર લેતા.મેડીકલ ટીમ ટેસ્ટ કરવા માટે જાય તો બીમાર વ્યક્તિ ને ધરમા તાળુ મારી બાકીના બધા સભ્યો ખેતરે જતા રહે છે….તેમણે ભારે હૈયે જણાવ્યું છે કે મારા ધરે મમ્મી પપ્પા મારા પત્ની સહીત કુટુંબ ના સભ્યો સંક્રમિત છે
પીએસઆઇ ડામોરે જણાવ્યું છે કે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તાર ના તમામ ગામના સરપંચ, સામાજીક,રાજકીય, ધાર્મિક અગ્રણીઓ તથા તમામ ભાઈઓ બહેનોને અપીલ છે કે
હાલના સમયે કોરોના બિમારી ભયંકર ઝડપે ફેલાઈ રહી છે..
હોસ્પિટલો માં ખાટલા ખાલી નથી..
માણસો ના મૃત્યુ ટપોટપ થઈ રહ્યા છે..
બચવાનો ઉપાય છે…માત્ર અને માત્ર
ઘરે રહો… બહાર કે બહારગામ જવાનું બિલકુલ બંધ કરી દો.. પોતાના કુટુંબીજનો સિવાય કોઈ ને પણ મળશો નહીં.. કમસે કમ એકાદ મહિનો આટલું કરીશું તો આપણે પોતે બચી શકીશું.. આપણા પરિવાર ને બચાવી શકીશું …
આ સમય માં પરિવાર માં લગ્ન હોય તો લગ્ન બંધ રાખો.. કેન્સલ રાખો..રોકી દો…
આ આપણા લગ્ન પ્રસંગો ઘણા પરિવારો માં માતમ ફેલાવી દેશે.. ઘણા સગાને મોતના મુખમાં ધકેલી દેશે.. અને જો કેન્સલ કરવાનુ શક્ય જ ના હોય તો ફક્ત પોતાના પરિવાર ના લોકો ની હાજરી માં જ આ પ્રસંગ પુરા કરો….
હોળી બાદ કોરોના મહામારીએ ખુબ ગંભીર સ્વરૂપ ધારણ કરેલ છે
આપણા ગામડાઓની પરિસ્થિતિ ખુબજ ગંભીર છે
નથી કોઈ ટેસ્ટ કરાવતા કે નથી સરકારી હોસ્પિટલ જઈ સારવાર લેતા કોઈ બીમાર હોય અને મેડીકલ ટીમ ટેસ્ટ કરવા માટે જાય તો બીમાર વ્યક્તિ ને ધરમા તાળુ મારી બાકીના બધા સભ્યો ખેતરે જતા રહે છે….
સાધારણ તાવ,માથુ,શરદી,ખાસી,સ્વાદ જતો રહેવો સુગંધ પારખવાની શક્તી જતી રહેવી વીગેરે જેવા લક્ષણો હોય તો કોઈ પણ પ્રકાર ની રાહ જોયા વિના
નજીક ના પી.એચ.સી,સી.એસ.સી કે કોવીડ કેર સેન્ટર અથવા ડેડીયાપાડા મા ચાલુ કરવામા આવેલ કોવીડ ટેસ્ટ કેન્દ્ર પર જઈ તાત્કાલિક ટેસ્ટ કરાવો
પોઝીટીવ આવે તો ગભરાયા વિના ડોક્ટર ની સલાહ મુજબ સારવાર લો
સાથે સાથે આયુર્વેદીક ઓ ઓષધીઓનુ સેવન કરો
સવારે ઉઠી યોગ પ્રણાયામ કરો
શરુઆત થી નિદાન કરાવી વેળાસર સારવાર લેવાથી તમે પોતે તથા તમારા પરીવાર ને બચાવી શકશો
અને હોમ કોરોન્ટાઈન રહેશો તો ગામ મા પણ પ્રસરતુ રોકી શકીશુ માટે
ડરવાની જરુર નથી પોતેજ સરકાર ની ગાઇડલાઇન નુ પાલન કરી આરોગ્ય વિભાગ તથા પોલીસ તંત્ર ને સહકાર આપી હુ પણ કોરોના વોરીયર ની લડાઈ મા સહભાગી બનો
આપણા ગામડાના લોકો દુર દુર ઘરોમાં રહે છે…. એટલે દુર દુર ના ઘરે રહેતા લોકો ને કોરોના નો ચેપ લાગશે નહીં…. એટલે કોરોના થી બચવાની આપણને ખુબ સારી તક છે… આપણે ઘરે રહીશું..તો ચોક્કસ બચી શકીશું.. આપણા ઘરે અનાજ પાણી છે…. એટલે કમ સે કમ એક મહિનો..
ઘરે જ રહો..
કુટુંબ સાથે જ રહો..
લગ્ન માં જશો નહીં..
લગ્ન.. વાસ્તુ બંધ રાખશો..
તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય, ભીડ ભેગી થાય ડી.જે વાગે તો મારા વોટ્શેપ નંબર 95861 36958 ઉપર કોલ મેસેજ કરવો તમારુ નામ ગુપ્ત રહેશે
ગભરાશો નહીં..
ઘરે રહીશું તો ચોક્કસ બચીશુ
ફરીથી કોઈ પ્રસંગો મા મળીશુ
નહી તર તસ્વીરો મા નીહાળીશુ …
જેથી મારી આપ સૌને
નમ્ર વિનંતી છે..
નમ્ર અપીલ છે..
નમ્ર પ્રાર્થના છે..
ધરે રહો સુરક્ષીત રહો
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા