મૂલ્ય નિષ્ઠ સમાજ નિર્માણમાં ગાંધી વિચારો
સ્થાપવા પડશે : સંજય વકીલ


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ તથા ગૂજરાત વિદ્યાપીઠ વચ્ચે થયેલા એમ.ઓ.યુ સંદર્ભે આજરોજ વિદ્યાપીઠના કુલપતી ડૉ.રાજેન્દ્ર ખીમાણી તથા એચ.એ.કોલેજના આચાર્ય સંજય વકીલ તથા કમીટીના સભ્યોની સંયુક્ત મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં વિદ્યાર્થીઓ ધ્વારા ગાંધી મૂલ્યો આધારીત પ્રવૃત્તિઓ તથા ગાંધી વિચારોના પ્રચાર તથા પ્રસારના કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. એચ.એ. ગાંધીઅન સોસાયટી છેલ્લા ૫ વર્ષથી ગાંધીજી સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ કોમ્પીટીશન, એસે કોમ્પીટીશન, વિવિધ તજજ્ઞોના વક્તવ્યો, ગાંધી સંસ્થાઓની મુલાકાતો તથા ખાદીને પ્રોત્સાહન આપવાના કાર્યક્રમો યોજે છે. ગૂજરાત વિદ્યાપીઠના નવા વરાયેલા કુલપતી રાજેન્દ્ર ખીમાણીનું એચ.એ.કોલેજ ધ્વારા સન્માનીત કર્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે 21મી સદીમાં દેશની પ્રગતી તથા વિકાસ કરવો હશે તો તમામ પોલીશીમાં ગાંધી વિચારને કેન્દ્રમાં રાખવો પડશે જેથી મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ પણ થઇ શકે.