“કોટે મોર કણુંકિયા,અને વાદળ ચમકી વીજ.
મારા રૂદાને રાણો હાંભર્યો,
એ …. આ તો આવી અષાઢી બીજ ” રથયાત્રાની કાગડોળે રાહજોતા અમદાવાદીઓ માટે કોરોનાની મહામારી ના લીધે ભગવાના દર્શન છેલ્લા બે વર્ષથી સ્મરણ બની ચુક્યાં છે.જોકે આ વર્ષે રથયાત્રા નીકળશે પરંતુ ભક્તોને પ્રત્યક્ષ દર્શનનો લ્હાવો મળેલ નથી. અમદાવાદના જાણીતા આર્ટિસ્ટ શ્રી મુકેશ પંડ્યાએ ફક્ત અઢી ફૂટના ઘેરાવા માં રથયાત્રાની ઝાંખી દર્શાવી છે. લગભગ એક મહિનાની મહેનત બાદ તૈયાર કરેલ આ કલાકૃતિ માં ત્રણે રથમાં ભગવાન દર્શાવ્યા છે. તેમજ સાધુ સંતો,અખાડા,ભજન મંડળી, પોલીસ કે આર્મી જવાનો ઉપરાંત ભાવિક ભક્તો ખુબજ ઉમદા રીતે દરસાવ્યા છે. ફક્ત બે સેન્ટિમીટરના માણસો અલગ અલગ મુવમેન્ટ માં કલાકારે ખુબજ કુશળતા પૂર્વક દરસાવ્યા છે. વિશેષમાં આ કલાકારે જગગનાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજને પણ રથયાત્રાની એક કલાકૃતિ ભેટ આપેલ છે. જે સંભવત મંદિરના સ્મરણ કક્ષમાં મુકાશે.
દરેક ભારતીય તહેવારોને પોતાની લઘુ શિલ્પકારી માં ભવ્ય રીતે રજુ કરતા કલાકાર શ્રી મુકેશ પંડ્યા અગાઉ ફક્ત ત્રણ ઇંચના પુરીખાતેના રથની કલાકૃતિનું સર્જન કરી ચુક્યા છે.જેમાં ફક્ત કાગળને અદભુત રીતે કંડારેલ છે. તેમનીઆ કલાકૃતિઓ સોસીયલ મીડિયાના માધ્યમથી દેશ વિદેશના કલારસિકો માણી રહ્યા છે.