સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું.

સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું. એક મહિનાના સમયગાળા દરમિયાન ૨૦ ઇંચ બાય ૩૦ ઇંચના સાઇઝમાં તૈયાર કરેલ કલાકૃતિની વિશેષતા એ છે કે તેના નિર્માણમાં ફક્ત રંગીન દોરીનો ઉપયોગ કરાયો છે. ફક્ત દોઢ ઇંચની સાઇઝના રથની આજુબાજુ દર્શાવેલા લોકોની સાઇઝ માત્ર ૨ સેન્ટિમીટરની છે. આર્ટમાં કલાકારે ભાઇ બળદેવજી તેમના તલધ્વજ રથમાં, બહેન સુભદ્રાજી તેમના પદ્મધ્વજ રથમાં અને ભગવાન જગ્ગનાથને ગરુડ ધ્વજ રથમાં ઉમદા રીતે દરસાવ્યા છે. આ ઉપરાંત રથ ખેંચનાર ખલાસી, સાધુ, સંતો, મહંતો, પોલીસ, આર્મી,ભજન મંડળી વગેરેને ઉત્તમ રીતે દર્શાવ્યા છે.