કેવડીયામાં સ્થપાયું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનું ચાર્જિંગ સેન્ટર, બે કલાકમાં થશે 100 ટકા ચાર્જ
રાજપીપલા, તા 12
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની વિસ્તારને પ્રથમ ઇ-વ્હિકલ સીટી તરીકે જાહેર કરીછે જે સંદર્ભે કેવડીયા ખાતે પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનુ ચાર્જિંગ સેન્ટર બનાવાયુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની વિસ્તારને પ્રથમ ઇ-વ્હિકલ સીટી તરીકે જાહેર કરી હતી. જે સંદર્ભે કેવડીયા ખાતે પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનુ ચાર્જિંગ સેન્ટર બનાવાયુ છે. જ્યાં હવે ઇ-કાર, ઇ-રિક્ષાઓ, સહીત ના ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જ થઈ શકશે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરી છે. ટાટા પાવરે ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યુ છે. આ ચાર્જિંગ સ્ટેશન પર વાહન 2 કલાકમાં 100 ટકા ચાર્જ થઇ જશે. જયારે આ ચાર્જિંગનું પેમેન્ટ કેસલેશ હશે. ટાટા પાવર ઇવી ચાર્જ બસ, કાર અને રીક્ષામાં પ્રવાસીઓને કેવડિયાથી સ્ટેચ્યુ જોવા લઇ જવાશે. કેવડીયાને નો પોલ્યુશન ઝોન બનાવવાનો સરકારનો પ્રયાસની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનનું ચાર્જિંગ 100 ટકા થતા 2 કલાકનો સમય લાગશે. વાહન ચાલકના મોબાઈલમાં ચાર્જિંગની એક એપ્લિકેશન હશે. જેમાંથી જ પેમેન્ટ ઑનલાઇન થઈ જશે. જેટલું ચાર્જિંગ થયું હશે તે પ્રમાણે પેમેન્ટ ઑટોમૅટિકલી કપાય જશે. હાલ તો એક જ ચાર્જિંગ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે 2 વાહનને ચાર્જ કરી શકાશે. જયારે અગાઉના દિવસમાં અહીં સરકાર દ્વારા બીજા ચાર્જિંગ સ્ટેશન શરુ કરવામાં આવશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા