તિલકવાડા તાલુકાના
માંગુ ગામની સીમથી પહાડ પુલપાસે રોડની સાઈડમાં માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર
મરનારની લાશ પહાડની પુલ પાસે રોડની બાજુમાં મળીઆવી
રાજપીપલા, તા10
તિલકવાડા તાલુકાના
માંગુ ગામની સીમથી પહાડ પુલપાસે રોડની સાઈડમાં માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે જયારે
મરનારની લાશ પહાડની પુલ પાસે રોડની બાજુમાં મળીઆવતા પોલીસે ખૂંન
નો ગુનો નોંધી તપાસ આદરી છે.
આ અંગેની ફરિયાદ ફરીયાદી
રાજેશભાઇ શનાભાઇ બારીઆ (ઉ.વ.૪૮ ધંધો નોકરી હાલ રહે.AW63 શીવાલય બંગ્લોઝ પરિવાર ચાર રસ્તા પાસે
વાઘોડીયા રીંગરોડ વડોદરા મુળ રહે.માગુ તા.તિલકવાડા જી.નર્મદા)એ અજાણ્યા ઈસમ સામેફરિયાદ નોંધાવી છે
ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીના પિતા શનાભાઈ નાનાભાઈ બારીઆ (ઉ.વ.૩૦ રહે.માગુ તા.તિલકવાડા જિ.નર્મદા)ને કોઈ અજાણ્યા ઈસમે કોઈ પણ કારણોસર માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી તથા ડાબા ખભાના નીચેના ભાગે ઈજાઓ કરી માંગુ ગામનીસીમમાં થી પહાડ ગામના પુલ પાસે મોત નિપજાવી તેની લાશ પહાડની પુલ પાસે રોડની બાજુમાં મળી આવતા પોલીસે તપાસ આદરી છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા