નર્મદા જિલ્લાના વેરીસાલપરા ગામમા કેવડાનું જંગલ, જે સમગ્ર ગુજરાતને કેવડો પૂરો પાડે છે.

નર્મદા જિલ્લાના વેરીસાલપરા ગામમા કેવડાનું જંગલ, જે સમગ્ર ગુજરાતને કેવડો પૂરો પાડે છે.

નર્મદા જિલ્લામા ચાલુ ઓછો સારો વરસાદ થતા કેવડાનાફૂલ ઉત્પાદનમા ઘટાડો થતાંકેવડા ના ભાવમાં વધારો

નાંદોદ તાલુકાના જેતપુર,વેરીસાલપુરા અને દેડીયાપાડાના આદિવાસીઓ માટે કેવડા રોજગારીનું સાધન.

ગુજરાતમાંથી એડવાન્સ મા કેવડાનો ઓર્ડર આપી વેપારીઓ કેવડા લેવા નર્મદામા આવે છે.

કેવડો તોડતા આદિવાસીઓની કાંટા ના વાગે તે માટે કેવડા તોડવાની અનોખી અને જોખમી કળા

કેવડો શિવજીને અતિ પ્રિય હોવાથી કેવડાત્રીજ ને દિવસે કેવડાનું વિશેષ ધાર્મિક મહત્વ

રાજપીપલા ના બજારમાં કેવડાનું ધૂમ વેચાણમોંઘા થયાં કેવડા 50રૂપિયે તો કેવડો આ વર્ષે 150થી 200રૂપિયા મા વેચાણ

સુગન્ધી કેવડા અગરબત્તી, અત્તર, અને સુંગન્ધીદાર સૌંદર્ય પ્રસાધનો બનાવવામા કેવડાની ભારે માંગ

રાજપીપલા, તા 08

નર્મદા જિલ્લો પ્રકૃતિ અને વન સંપદા માટે જાણીતો છે. એમાં એક યશ ક્લગીનું પીછું કેવડાએ ઉમેર્યું છે. હા, નર્મદા જિલ્લામા પુષ્કળ કેવડા થાય છે.હા, કેવડો એક વિશાળ કાંટા વાળા ઝાડ પર થાય છે. કેવડો એક પ્રકારનું સુગંધિદાર ફૂલ છેજેનું મહત્વ કેવડાત્રીજ ના દિવસે જ હોય છે. કેવડાત્રીજને દિવસે ભગવાન શંકરને રિઝવવા કેવડો ચઢાવાય છે.કેવડાત્રીજહવે માંડ ગણતરીના ના જ દિવસો બાકી છે ત્યારે કેવડાની માંગ વધી જવા પામી છે.
આજે આપણે નર્મદામા કેવડાના જંગલમા થતાં કેવડાની વાત કરવી છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું નાનકડું ગામ છે વેરીસાલપરા. આ ગામમા કેવડાનું જંગલ આવેલું છે. બાપ દાદા વખતથી કુદરતી રીતે ઉગી નીકળેલા કેવડાઆજે ફુલ્યા ફાલ્યા છે. અહીં કેવડાનું વિશાળ જંગલ આવેલું છે.
જે સમગ્ર ગુજરાતને કેવડો પૂરો પાડે છે.
જોકે નર્મદા જિલ્લામા ચાલુ ઓછો સારો વરસાદ થતા કેવડાનાફૂલ ઉત્પાદનમા ઘટાડો થતાં કેવડાના ભાવમાં વધારો થયો છે

નાંદોદ તાલુકાના ,વેરીસાલપરા
ઉપરાંત જેતપુર અને દેડીયાપાડાના જન્ગલો મા પણ થોડા ઘણા કેવડા થાય છે. અહીં કેવડા આદિવાસીઓ માટે કેવડા રોજગારીનું સાધન બન્યું છે. કેવડાત્રીજ ના 15દિવસ પહેલા આદિવાઓ કેવડા તોડવાનું શરૂ કરે છે અને વેપારીઓને વેચી સારી એવી રોજગારી મેળવે છે.
ગુજરાતમાંભરૂચ, અંકલેશ્વર,વલસાડ, સુરત થી એડવાન્સમા કેવડાનો ઓર્ડર આપી વેપારીઓ કેવડા લેવા નર્મદામા આવે છે.આમતો 50રૂપિયે વેચાતા કેવડાનું ચાલુ સાલે ઉત્પાદન ઓછું હોવાથી કેવડાના ભાવ ઊંચા ગયા છે. હાલ એક મોટા કેવડાનો ભાવ 150થી 200રૂપિયે વેચાય છે.
કેવડાત્રીજ ના દિવસે ચડાવતો કેવડો શિવજીને પ્રિય હોવાથી કેવડાત્રીજ ને દિવસે કેવડાની ભારે માંગ હોય છે

આદિવાસીઓ ના જણાવ્યા અનુસાર કેવડો તોડતા આદિવાસીઓને કાંટાવાગવાનો સૌથી મોટો ડર હોય છે. કેવડાના કાંટા ના વાગે તે માટે આદિવાસીઓને હાથ મોજા પહેરવા પડે છે. અમે માથા સુધી ઓઢેલ જાડા કપડાંવાળુંજાકીટ પહેરવું પડે છે.એ માટે માટે કેવડા તોડવાની અનોખી અને જોખમી કળાઆદિવાસીઓ એ શીખી લીધી હોય છે.કેવડાને પૂષ્કળ કાંટા હોવાથી કેવડા તોડવાનું કામ કઠીન હોય છે, તેમ છતા કેવડા તોડવામાં માહીર
હોય તેવા કારીગ૨ આદિવાસીખો આસાનીથી કેવડાતોડી લાવે છે. પણ કાંટા તો વાગે છે પણ તેની પરવા કરતા નથી. અહી સાપનો
પણ ભય હોયછે

કેવડાત્રીજના આગલે દીવસે રાજપીપળા મા પૂજા માટે વપરાતા કેવડાના ફૂલોનુંધૂમ વેચાણ થાય છે.
રાજપીપળાના ફૂલ બજારમા કેવડા અને ફૂલપત્રીનો ઢગલો નવો માલ ખડકાયછે
અત્રે ઉલ્લેખનીય છે કે કેવડાત્રીજના દિવસે પોતાના પતિના દીર્ધાયુ માટે ભગવાન શંકરની ભારે શ્રધ્ધા અને
ભકિતભાવપૂર્વકપૂજા કરતી અખંડ સૌભાગ્યવતી મહીલાઓની પૂજામા કેવડાપૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ છે,
ભગવાન શિવજીને અતિ પ્રિય એવા સુગંધીદાર કેવડાનું નર્મદા જિલ્લામા ભરપુર ઉત્પાદન થાય છે.વેપારીઓનું કહેવું
છે કે લોકોની શ્રધ્ધા અને ભકિતભાવ વધતા જાય છે, સૌભાગ્યવતી મહીલાઓની કેવડાત્રીજ પૂજન વ્રત કરનારની મહીલાનોની સંખ્યા
વધતી જાય છે. એટલુ જ નહી કેવડાનો વધારે ઉપયોગ સુગંધીદાર અગરબત્તી તેમજ અત્તર બનાવવામાં વધારે ઉપયોગ થતો હોઇ
કેવડાની ડીમાન્ડ વધી છે, નર્મદાના કેવડા મોટા અને સારા હોવાથી તેમજ ખોર્ડર પ્રમાણે તરત જ મળી જતા હોવાથી નર્મદાના કેવડાની
ભારે માંગ છે.

તો બીજી તરફ વેરીસાલપુરાના આદિવાસીનો માટે કેવડા રોજગારીનું સાધન ગણાતુ હોવાથી ગુજરાતના ખૂણે ખૂણેથીવેપારીઓ કેવડાના ફુલોની ખરીદી કરતા હોવાથી આદિવાસીનોને ચાંદી થઇ જાય છે

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા