બે મોટર સાઇકલ અકસ્માત મા એકનું મોત એક ગંભીર

માંડણથી બોરીદ્રા ગામ તરફ ના વળાંકમાંબે મોટર સાઇકલ અકસ્માત મા એકનું મોત એક ગંભીર

રાજપીપલા, તા 11
નાંદોદ તાલુકાના માંડણથી બોરીદ્રા ગામ તરફ ના વળાંકમાંબે મોટર સાઇકલ અકસ્માત મા એકનું મોત નીપજ્યું છે જયારે એકને ગંભીરઇજા થવા પામી છે

આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરીયાદી
શનાભાઈ દમણીયાભાઈ વસાવા (ઉ.વ ૨૦ ધંધો ખેતી રહે-ધાટોલી નિશાળ ફળીયુ તા-ડેડીયાપાડા જી.નર્મદા)એ
આરોપીમોટરસાઈકલ નંબર GJ.2215514 નો ચાલક સામે રાજપીપલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર મોટરસાઈકલ નંબર GJ.221.5514 નો ચાલકે પોતાની મો.સા પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીના છોકરાની મોટર
સાઈકલ નંબર GJ.22.3991 ની સાથે એક્સીડેંટ કરી ફરીયાદીના છોકરા અરવીંદભાઈ શનાભાઈ વસાવા (ઉ.વ.૨૭ રહે- ધાટોલી તા-ડેડીયાપાડા જી.નર્મદાના)ને શરીરે માથાના ભાગે
તથા કપાળના ભાગે તથા ડાબી આંખ પાસે તથા ડાબા પગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોચતા તેનું ઘટના સ્થળ ઉપર મોત નિપજયું હતું.તેમજ એક્સીડેંટ કરનાર મો સા ચાલકને તથા બાળકને
પણ શરીરે ઈજાઓ પહોચાડી ગુનો કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા