પ્રજાને મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આકરા પ્રહારો

કોરોનાની બીજી લહેરમાં લાખોને મોતને ઘાટ ઉતારનાર અને પ્રજાને મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે
ખાતેગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આકરા પ્રહારો


રાજપીપલા ખાતેગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનીઉપસ્થિતિ મા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ

આગામી 2022ની ચૂંટણી મા ગુજરાતમા કોંગ્રેસ ની સરકાર બનશેકોરોના અને મોંઘવારીથી ત્રસ્ત જનતા ભાજપને જાકારો આપશે

કોરોના કાળમાં કોરોનાને કારણે દિવંગત થયેલા નર્મદા પાંચ જેટલાંકોંગી આગેવાનો ને શ્રદ્ધાંજલિ
વિધાનસભા મા સત્તા મેળવવા અત્યારથી કમર કસવા અનુરોધ


રાજપીપલા, તા.10

કોરોનાની બીજી લહેરમાં લાખોને મોતને ઘાટ ઉતારનાર અનેગુજરાતની પ્રજાને મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે
ખાતેગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપા સરકાર સામે આકરા પ્રહારોકરી ભાજપની નીતિ રીતિ ની ઝાટકણી કાઢી હતી. બીજી લહેરમાં ભાજપા સરકારની અણ આવડત અને આયોજન ના અભાવે ઓક્સિજન, બેડ, રેમડેસીવર ઇન્જેકસનની કમી, તથા યોગ્ય સારવાર ન કરી શકતા ગુજરાત મા લાખો નિર્દોશ લોકોએ જાન ગુમાવ્યાએ માટે અમિત ચાવડાએ ભાજપા સરકારને જવાબદાર ઠેરવ્યા હતા. વડા પ્રધાન મોદીએ નવા કેબિનેટ પ્રધાન મન્ડળ માંથી આરોગ્ય પ્રધાનને બદલવા પડ્યા તે માટે કોરોના મા દેશના નાગરિકોને જાન બચાવવા મા નિષ્ફ્ળ જતા વડા પ્રધાને આરોગ્ય મન્ત્રીનું રાજીનામુ લેવું પડ્યું પણ એ માટે માત્ર આરોગ્ય મન્ત્રી જ જવાબદાર નથી એ માટે વડાપ્રધાન પણ જવાબદાર છે માટે વડાપ્રધાન પણ જવાબદાર હોઈ તેમના રાજીનામાંની માંગ કરી હતી.
એ ઉપરાંત ભાજપા ના રાજમાં છાસવારે પેટ્રોલ ડિઝલઅને ગેસ તથા ખાતર સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ના સતત ભાવ વધારાની જનતાને ભાજપની સરકારે ભેટ આપી છે. કોરોના કાળમાં સતત વધતી જતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે આગામી 2022ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમા પ્રજા ભાજપા ને જાકારો આપશે અને ગુજરાત મા પરિવર્તન આવશે.2022મા ગુજરાત મા કોંગ્રેસની સરકાર ફરી સત્તા પર આવશે એમ જણાવી કોંગી કાર્યકરો આગેવાનો 2022ની ચૂંટણીની તૈયારીમા લાગી જવા અનુરોધ કર્યો હતો. ઉપરોક્ત નિવેદન રાજપીપલા સરદાર ટાઉન હોલમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી ની મહત્વની બેઠકમા વાત જણાવી હતી.

જેમાં નાંદોદ તાલુકાના ધારાસભ્ય પી ડી વસાવા,માંડવી ધારાસભ્ય આનંદ ચૌધરી પ્રદેશ મહામન્ત્રી હરેશ વસાવા, મન્ત્રી પ્રફુલ પટેલ, જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાળન્દ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ઇમ્તિયાઝ અલી કાદરી,પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા
તથા તાલુકાકોંગ્રેસ ના સદસ્યોહોદ્દેદરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનોએકોરોના કાળમાં કોરોનાને કારણે દિવંગત થયેલાપાંચ જેટલાં આગેવાનો સ્વ દિનેશભાઇ તડવી, ડો. ગંભીર વસાવા, લીલાબેન વસાવા,કાંતાબેન વસાવા,દેવજીભાઈ વસાવા ને પુષ્પાંજલી અર્પી ભાવભીની શ્રન્ધાજલી આપી હતી
આ પ્રસંગે ધારાસભ્ય પી ડી વસાવા,માંડવી ના ધારાસભ્ય આનંદ ચૌધરી,ઇમ્તિયાઝ અલી કાદરી, અરવિંદ દોરા વાળા,પ્રદેશ મન્ત્રી પ્રફુલ પટેલ સહીત ના આગેવાનોએ
એ પ્રવચન કરી કોરોના. મોંઘવારી પેટ્રોલ ડિઝલ ના ભાવ વધારાથી જનતા ત્રાસી ગઈ છે લોકો ના પ્રશ્નો ને વાચા આપવા,સંગઠન મજબૂત બનાવી 2022ની વિધાન સભાંની ચૂંટણીમા ભાજપા ને હરાવી કોંગ્રેસનું સાશન લાવવા અનુરોધ કર્યો હતો. કોરોનામાં ઓક્સિજન, બેડ, દવાઓ ન મળતાં હજારો લોકોના મોતની ભેટ ભાજપે આપી અને બીજી લહેરમાં બે લાખથી વધુ લોકો ના મોત માટે ભાજપની સરકાર જવાબદારછે એમ જણાવી અણ આવડત વાળી સરકાર ગણાવી હતી.
કોરોનમાં નર્મદા મા કેટલા સાચા મૃત્યુ થયાં તેનો સાચો આંકડો કોંગ્રેસ મેળવશે.તેમજ
રાજપીપલા અંકલેશ્વર નેરોગેજ બંધ પડેલી રેલવે લાઈન ચાલુ કરાવવી પડશે નર્મદાસહિત ગુજરાત મા નેટવર્ક ના ઠેકાણા નથી. ઓનલાઇન શિક્ષણ અને ડિજિટલ શિક્ષણ ગામડાઓ મા નિષ્ફ્ળગયું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આદિવાસીઓ, વિસ્થાપિતો ના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ સરકાર નિષ્ફ્ળ ગઈ હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા
કાર્યક્રમ ના અંતે અમિત ચાવડા અને નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવાની આગેવાની મા મોંઘવારી ની વિરોધમા પોસ્ટર બેનર સામે સૂત્રોચાર કરી રેલી કાઢી હતી.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા