શ્રિતિ ઝાએ ઘરેથી કુમકુમ ભાગ્યના શૂટિંગ દરમિયાન બે ખાસ લોકોને યાદ કરે છે.

સમગ્ર વિશ્વ કોવિડ રોગચાળામાં ફસાયેલું છે, ત્યારે ઝી ટીવીનો સતત પ્રયત્ન છે કે તે ભારતની અગ્રણી હિન્દી જનરલ મનોરંજક ચેનલ અને એક જવાબદાર બ્રોડકાસ્ટર તરીકેની ક્ષમતામાં આ મુશ્કેલ સમય દરમિયાન દર્શકોનું મનોરંજન કરે. શૂટિંગ પર લોકડાઉન ચતા પણ ચેનલ સતત અદ્દભુત કન્ટેન્ટ દ્વારા તેના દર્શકોને પ્રોત્સાહિત કરીને તેમના મૂડમાં સુધારો કરી રહી છે, તથા તેમના વિશ્વાસુ ગ્રાહકોને સતત કંઈક નવા- નવા કન્ટેન્ટ દ્વારા બાંધીને રાખી રહી છે.
લોકડાઉન હવે થોડું ખૂલ્યું છે અને ધીમે-ધીમે લોકો સામાન્ય જીવનમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે ચેનલ પણ શૂટિંગ ચાલુ કરવા તરફ તથા તેના પ્રસિદ્ધ શોના નવા એપિસોડ લાવવા માટે તથા તેના વિશ્વસનિય દર્શકોના જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે. આપમે વધુ સારા ડિરેક્શનના ભવિષ્ય તરફ ડગલા ભરી રહ્યા છીએ ત્યારે ઝી ટીવી તેના દર્શકોને તેમના ચહિતા ડિનર ટેબલ કેમ્પેઇનના પ્રવાસમાં ફરીથી જોડાવા આવકારી રહી છે, જેમાં તેઓ થોડા જ સમયમાં પ્રજ્ઞા, પ્રિતા, ગુડ્ડન અને કલ્યાણીના નવા એપિસોડ પ્રસારિત કરશે.
જ્યાંથી અટક્યો હતો, ત્યાંથી શરૂ કરતા ઝી ટીવીનો અત્યંત પ્રસિદ્ધ શો કુમકુમ ભાગ્યએ પ્રજ્ઞા (શ્રિતિ ઝા) અને તેના પરિવારની સાથે તમને અણધાર્યા વણાંકની સાથે પાછો આવી રહ્યો છે, પહેલા ક્યારેય નહીં જોયેલા એપિસોડની સાથે. થોડા દિવસો પહેલા જ શ્રિતિએ એક આગામી પ્રોમો તેના ઘરેથી શૂટ કર્યો હતો. કારણકે લોકડાઉનના નિયમોને લીધે તેને એકલાએ શૂટિંગ કરવું પડે છે, ત્યારે પોતાનો મેકઅપ, હેર, લાઈટનિંગ, ફ્રેમ સેટિંગ તથા શૂટિંગનું રેકોર્ડિંગ બધું જ તેના મોબાઈલ ફોનથી કરવું પડે છે. આ પ્રક્રિયા દરમિયાન શ્રિતિએ જણાવ્યું કે, તે સેટ પર અત્યતં મહત્વના બે લોકોને ખૂબ જ યાદ કરે છે.
શ્રિતિ ઉર્ફે કુમકુમ ભાગ્યની પ્રજ્ઞાના જણાવ્યા અનુસાર, પ્રમાણિક્તાથી કહુ તો, હું કુમકુમ ભાગ્ય પરિવારને ખૂબ જ યાદ કરું છું. ખરેખર તો, ઘરેથી શૂટિંગ માટે તૈયાર થવા દરમિયાન, મને એવું લાગે છે કે, હું પ્રથમ વખત પ્રજ્ઞા તરીકે ગૌરવ દાદા અને શબાના દીદી વગર તૈયાર થઈ હતી, જેઓ અનુક્રમે મારા મેકઅપ કલાકાર અને હેરસ્ટાઈલિશ છે. હું તેમને સાથોસાથ સેટ પરના પરિવારને ખૂબ જ યાદ કરું છું, જેમાં શબ્બિર, મુગ્ધા, ક્રિષ્ના સહિતના અન્યને યાદ કરું છું. હું ફરીથી શૂટિંગ શરૂ થાય તેની રાહ જોઉં છું અને આશા રાખું છું કે, બધા સેટ પર ફરીથી સાથે મળે અને સલામત રીતે કામ કરી શકે.
આપણે પણ આશા રાખીએ કે, દરેક કલાકાર સલામત અને સારા વાતાવરણમાં જલ્દીથી શૂટિંગ ચાલુ કરી શકશે.
ઝી ટીવી પર ફરીથી કુમકુમ ભાગ્ય જોવા માટે તૈયાર થઈ જાઓ!