નર્મદા સહિત ગુજરાતમા ગ્રામ પંચાયતોને સ્વતંત્ર દરજ્જો આપવાના મામલે
આમૂ સંગઠન નર્મદા એ
ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
આમૂ સંગઠન નર્મદાના પ્રમુખ મહેશભાઈ વસાવાએ હાઇકોર્ટ મા જાહેરહીતની અરજી
દાખલ કરી
છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયતોને સ્વતંત્ર દરજ્જો આપવાના મામલે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો છતાં કોઈ પરિણામ ન આવતા લડાયક મૂડમાં
રાજપીપલા, તા 10
નર્મદા સહિત ગુજરાતમા ગ્રામ પંચાયતોને સ્વતંત્ર દરજ્જો આપવાના મામલે
આમૂ સંગઠન નર્મદા એ
ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાછે. જેમાં આમૂ સંગઠન નર્મદાના પ્રમુખ મહેશભાઈ વસાવાએ હાઇકોર્ટ મા જાહેરહીતની અરજી
દાખલ કરીછે.
તેમના જણાવ્યા અનુસાર છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયતોને સ્વતંત્ર દરજ્જો આપવાના મામલે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો છતાં કોઈ પરિણામ ન આવતા આમું સંગઠન છેલ્લા સપ્તાહ મા પાંચ દિવસના ધરણા પણ કર્યા હતા અને અનેક રજુઆતોપણ કરી હતી છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન આવતા મહેશભાઈ વસાવાએ હવે સમગ્ર ગુજરાતમાંબાકી રહેલા ગામોને પંચાયતોને સ્વતંત્ર દરજ્જો આપવાની માંગ કરી છે તેમના જણાવ્યા અનુસર ગુજરાતમા કૂલ 18584 ગામડાઓ આવેલાછે તે પૈકી પંચાયતોને સ્વતંત્ર દરજ્જો મળી ચુક્યો છે પણ હજી 4567પંચાયતોને સ્વતંત્ર દરજ્જો મળ્યો નથી. જે માટે તેમણે લડત ઉપાડી છે.જયારે આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લા મા 613 ગામડાઓ પૈકી હજી 314 ગામોને પંચાયતોને સ્વતંત્ર દરજ્જો મળ્યો નથી.તે માટેની પણ તેમની લડત છે
મહેશ વસાવાએ જણાવ્યું હતું કે હવે ગ્રામ પંચાયત /તાલુકા પંચાયત/જીલ્લા પંચાયત ના ઠરાવ ની કોઇ જરુર નહિ પડે એમના ઠરાવો તિજોરી મા સંગ્રહી રાખે તેવુ જણાવવામાં આવે છે
ગુજરાત હાઈકોર્ટ ગરીબ ગામડાઓ ના હિતમાં અને ન્યાય ના હિતમાં ઐતિહાસિક ચૂકાદો અને યોગ્યે ન્યાય આપશે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ કેસમાં
ગુજરાત રાજ્ય સરકાર ના IAS સહિત ના 12 અધિકારી ઓને પક્ષકાર બનાવામા આવ્યા છે.યોગ્ય ચુકાદા થી દરેક ગામ ને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા