ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને સંબોધતા રાજ્યમાં મંદિરો બંધ રાખવાના નિર્ણય વિશે સ્પષ્ટતા કરી કે, લોકડાઉન બાદ અનલોક 1 હેઠળ ગુજરાત સરકારે નક્કી કર્યું હતું કે, નિશ્ચિત માર્ગદર્શીકા હેઠળ રાજ્યના તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. અનેક મંદિરોમાં નવરાત્રીના સમયમાં લાખોની સંખ્યમાં દર્શનાર્થીઓ આવતા હોવા છે પરંતુ આ ધર્મસ્થળો પર પુરતી જગ્યાનો અભાવ તથા કેટલાક મંદિર પર્વતની ટોચ પર હોવાના કારણે જો લાખો લોકો દર્શન કરવા તેવા મંદિરે જાય તો કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. તેવા સંજોગોમાં જે તે ટ્રસ્ટ દ્વારા જ આ અંગેના નિર્ણયો લેવામાં આવ્યો છે.આ સાથે તેમણે કહ્યું કે, નવરાત્રી સમયમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માત્ર દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
પરંતુ આ મંદિરોમાં બાકીના તમામ ધાર્મિક કાર્યો ચાલું રહેવાના છે.