ડેડીયાપાડા વિસ્તારના પાસાના કામે નાસતો ફરતો આરોપીને
સુરત ખાતેથી ઝડપાયો
રાજપીપલા, તા 5
ડેડીયાપાડા વિસ્તારના પાસાના કામે નાસતો ફરતો આરોપીને
સુરત ખાતેથી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છૅ.
ધર્મેન્દ્ર શર્મા,
ઇચા.પોલીસ અધિક્ષક, નર્મદા ના માર્ગદર્શન અને
સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા
આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ
સખત અટકાયતી પગલા લેવાના સુચના અને
માર્ગદર્શન અનુસંધાને પો.સ.ઇ. ડેડીયાપાડની
પાસા દરખાસ્ત આધારે જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા
દ્વારા સામાવાળા સંદિપભાઇ જેઠાભાઇ વસાવા (રહે.
જરગામ તા.ડેડીયાપાડા જી.નર્મદા)ના ગુનાઓને ધ્યાને
રાખી પાસામાં અટકાયત કરી પાલનપુર જેલ ખાતે
રાખવા હુકમ કરતા સામાવાળો સંદિપભાઇ જેઠાભાઇ વસાવાનાનો પોતાની અટકાયત ટાળવા સારૂ
એક યા બીજા સ્થળે સ્થળાંતર કરી છેલ્લા પાંચ માસથી પોલીસ થી લપાતો છુપાતો હોય
દરમ્યાન એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ ટેક્નીકલ સર્વેલન્સ
તેમજ બાતમી આધારે સદર સામાવાળો સુરત ખાતે હોવાની માહીતી મળતા એલ.સી.બી. સ્ટાફના માણસોને
સુરત ખાતે મોકલી સામાવાળા સંદિપભાઇ જેઠાભાઇ વસાવાને ઝડપી
પાડી પાલનપુર જેલ ખાતે સુપ્રત કરવામાં આવ્યો છૅ.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા