નર્મદા જિલ્લામા આદિવાસી ખેડૂતો દ્વારાચૌરી અમાસની અનોખી ઉજવણી

નર્મદા જિલ્લામા આદિવાસી ખેડૂતો દ્વારા
ચૌરી અમાસની અનોખી ઉજવણી

ચૌરી અમાસે બળદને શણગારી બળદની પૂજા અર્ચના કરવામાં આવે છે

સાગબારા અને
દેડિયાપાડાના આદિવાસીઓ એ બળદની પૂજા અને આરતી કરી

રાજપીપલા, તા 7

નર્મદાના આદિવાસી ખેડૂતો ચૌરી અમાસે બળદની પૂજા કરે છે. આદિવાસી વિસ્તાર મા આજે પણ નર્મદામા બળદની ખેતી થાય છે. આખુ વર્ષ બળદ પાસેથી ખેતી કામ કરાવ્યા પછી વર્ષમાં એકવાર બળદની પૂજા કરી તેનો આભાર માનવાની અનોખી પ્રથા આદિવાસીઓ ચૌરી અમાસે પુરી કરે છે.

સાગબારા અને
દેડિયાપાડામાં બળદને ચૌરી
અમાસના દિવસે સવારે નવડાવીધોવડાવી પછી તેઓને નાકમાં નવી નથ પહેરાવવામાં આવે છે. શીંગડાપર નવી મસુટી બાંધવામાં આવે છે.
શિંગડાને કલર લગાવવામાં આવેછે. શરીર પર રંગના કપથી અનેભીંડાથી ચિતરવામાં આવે છે.બળદને શણગારવામાં આવેછે

નર્મદા જિલ્લો ખેતીઆધારિત જિલ્લો હોવાથી નર્મદાના આંતરિયાળ વિસ્તારમાં આજે પણ બળદથી ખેતી થાય છે અહીંના આદિવાસી ખેડૂતો પોતાના બળદને પોતાના સ્વજનની જેમ સાચવે છે. ખાસ કરીને અમાસ ના દિવસે ચૌરી અમાસ ઉજવે છે આ ઉજવણી બે દિવસ ચાલે છે.

જેમાં નર્મદા ના સાગબારા અને
દેડિયાપાડા તાલુકા ચૌરી
અમાસના દિવસે બળદને સવારે નવડાવી
ધોવડાવી પછી તેમને નાકમાં નવીનાથ પહેરાવવામાં આવી હતી અને શીંગડાપર નવી મસુટી બાંઘી શિંગડાને કલર કરી શણગારવામાં આવ્યા હતાશરીર પર રંગના કપથી અનેભીંડાથી ચિતરીને
બળદને શણગારવામાં આવ્યા હતા.સાથેજૂનું દોરડું બદલીને નવું દોરડુ બાંધવામાં આવે છે.
તેમના શિંગડા પર અવનવી
ડિઝાઇન પાડવામાં આવે છે.અને
બળદનેસરસ રીતે શણગારવામાં પણ આવે
છે.ત્યાર બાદ બળદને ગામમાં
આવેલાં હનુમાન મંદિર પાસે
લઈ જઈ તેઓની પૂજા કરવામાંઆવે છે. જેમાં સૌ પ્રથમ ગામના મુખ્યઆગેવાન કે જેને પોલીસ પટેલ
પણ કહેવાય છે તેની બળદની જોડીલઈ જઈ તેમનું દર્શન કર્યા પછી
ગામના લોકોને બળદ જોડી લઈજાય અને પૂજા કરે છે. પૂજા કરીઘરે લાવી બળદના પગ ધોવામાંઆવે છે.ત્યાર બાદ બળદની આરતી પણ કરવામાંઆવે છે. ઘરની અંદર બાંધી ઘઉંના
ગોળ કે ખાંડ નાખેલા ગળ્યા રોટલાબનાવીને બળદને ખવડાવવામાંઆવે છે.

ખેડૂત દ્વારા બળદની
મદદથી જમીન ખેડી અનાજ
ઉગાવીને, પકાવવામાં મદદ કરે
છે. ખેતીમાં ખુબજ ઉપયોગી એવા બળદની આખુ વર્ષ ખેતીમા અનાજ પકવવામાં મુખ્ય ભૂમિકા હોવાથી બળદને આ દિવસે સારા દાણ, પકવાન ખવડાવી તેની પૂજા કરી તેનો આભાર માનવામા આવે છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા