કોરોનાના કેસો વધતા
રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો
રાજપીપલા, તા2
રાજપીપલા નગર પાલિકા વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા દરબાર રોડ, માલીવાડ , પારેખ ખડકી , મલાવીયા ખડકી વિસ્તારમાં રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો
પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલના જણાવ્યા અનુસાર રાજપીપલા કોરોના ના જે વિસ્તારોમાં કોરોના ના કેસો જોવા મળ્યા છે તેવા વિસ્તારોમાં કોરોના સંક્ર્મણ અટકાવવા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. લોકોને બિન જરૂરી બહાર ન નીકળવા અને કોવિદ 19ની સાકારની ગાઈડ લાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા