બળાત્કારનો આરોપીનર્મદા જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ હિરેન પટેલની 4 દિવસ બાદ ધરપકડ

વિરોધ પક્ષ અને આદિવાસી સમાજ તરફથી પોલીસ પર રીતસરનું દબાણ વધી જતા
નર્મદા જિલ્લાએલસીબી પોલીસે આરોપીની કરી ધરપકડ

નર્મદા જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ પોલીસે અલગ અલગ ટિમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ભરૂચ જિલ્લાના કાવી કંબોઈના એક આશ્રમ માંથી ઝડપાયો

આશ્રમમાં બળાત્કાર ના આરોપીને કોણે આશરો આપ્યો. પોલીસ તપાસ કરશે.

આરોપીને મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે.

રાજપીપલા, તા 30

નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ હિરેન પટેલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ ભારે વિવાદ થતાં 4દિવસ બાદ આરોપીની નર્મદા પોલીસે ધરપકડ કરી છે.વિરોધ પક્ષ અને આદિવાસી સમાજ તરફથી પોલીસ પર રીતસરનું દબાણ વધી જતા
નર્મદા જિલ્લાએલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી છે આ માટે નર્મદા જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ પોલીસે અલગ અલગ ટિમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આરોપી ભરૂચ જિલ્લાના કાવી કંબોઈના એક આશ્રમ માંથી ઝડપાયોછે. જોકે આશ્રમમાં બળાત્કાર ના આરોપીને કોણે આશરો આપ્યોએ પણ ચર્ચાનો વિષય બનતા આ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે

ફરિયાદ નોંધાયા બાદ હિરેન પટેલ ફરાર થઈ ગયો હતો તો બીજી બાજુ હિરેન પટેલ વડોદરાની કોઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ હતુ.હિરેન પટેલને ઝડપી પાડવા નર્મદા જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ પોલીસે અલગ અલગ ટિમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.તે છતાં હિરેન પટેલ ન પકડાતા પોલીસ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નિવેદનો કરતા રાજકીય ગરમાવો આવ્યો હતો.

બદનામીને પગલે ઉચ્ચ કક્ષાએથી હિરેન પટેલને ઝડપી પાડવા પોલીસ પર રીતસરનું પ્રેસર વધી રહ્યું હતું.જો કે આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા LCB PI એ.એમ.પટેલ સહીતની ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીને આધારે બળાત્કારના આરોપી હિરેન પટેલને 28 મી ઓગષ્ટે મોડી સાંજે ભરૂચ જિલ્લાના કાવી કંબોઈના એક આશ્રમ માંથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
આશ્રમમાં પનાહ આપનારને ખબર ન્હોતી કે હિરેન પટેલ બળાત્કારનો આરોપી છે?
નર્મદા LCB એ બળાત્કારના આરોપી નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ હિરેન પટેલને ભરૂચ જિલ્લાના કાવી કંબોઈના એક આશ્રમ માંથી ઝડપી પાડ્યો હતો.ત્યારે અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે હિરેન પટેલ ચકચારી આદીવાસી યુવતી સાથે બળાત્કારનો આરોપી છે.તો શું આશ્રમમાં આશરો કોણે આપ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે નર્મદા પોલીસ એ આશ્રમના સંચાલકની પણ પૂછતાછ હાથ ધરશે એવું જાણવા મળ્યું છે.

હિરેન પટેલ વિરુદ્ધ આદિવાસી યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા તિલકવાડા સહિત પૂર્વ પટ્ટીમાં રહેતા આદિવાસીઓમાં રોષ ફેલાયો છે.એ જ કારણોસર હિરેન પટેલને તિલકવાડા પોલીસ મથકમાં નહિ લઈ જવાય એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.હિરેન પટેલને ઝડપી પાડયા બાદ એની વહેલી સવાર સુધી પોલીસ અધિકારીઓએ પૂછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ હિરેન પટેલને નર્મદા જિલ્લા LCB કચેરીએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રખાયો છે.સુરક્ષાના કારણોસર એને મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા