15 મી ઓગસ્ટ 2021 ના શુભદિને SPANCO ફેમિલી અને sheth C. N.college of fine arts દ્વારા ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ સર્જન યોજાયું.

15 મી ઓગસ્ટ 2021 ના શુભદિને SPANCO ફેમિલી અને sheth C. N.college of fine arts દ્વારા ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ સર્જન યોજાયું.
Covid-19ની મહામારી માંથી જ્યારે આખું વિશ્વ ધીમે ધીમે બહાર આવી રહયું છે,ત્યારે અંધકારમાંથી એક રોશનીની કિરણ દેખાઈ રહી છે. આ ઉત્સાહને ઉજવવા માટે અને શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના ઉપક્રમે 15 મી ઓગસ્ટ (રવિવારે )ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ યોજાઈ ગયું. આ કાર્યક્રમનું કો-ઓર્ડીનેશન અમદાવાદના ચિત્રકાર પ્રિયા આનંદ પરીયાણી એ કર્યું છે.આ કાર્યક્રમમાં શેઠ સી.એન.કોલેજ ઓફ આર્ટસ ના જાણીતા ચિત્રકાર શ્રી સુરેશ શેઠ, મનહર કાપડિયા,જીતુ ઓઘાણી, ગાયત્રી ત્રિવેદી,મનીષ મોદી અને રાજેશ બારૈયા એ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ સર્જન કર્યું. આ ઉપરાંત,નવોદિત કલાકાર અને ઉત્સાહી આર્કિટેકટ દિયા સોની અને પ્રિયા આનંદ પરિયાણીએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
SPANCO ફેમિલી જે એ.ઈ.ડી., ડેકોરેશન લાઇટસ,industrial lights અને પાવર સેવિંગ લાઈટસ મેન્યુફેક્ચરર છે.SPANCO ના શ્રી ભરત સોની (Founder & CEO) ના કહેવા મુજબ આપણા સમાજને ચિત્રકારને ચેતનવંતી જાગૃતતા લાવવા માટે આ કાર્યક્રમ ઉદાહરણ રૂપ બનશે. ભવિષ્યમાં પણ મોટી કંપનીઓ કલાક્ષેત્રમાં જોડાય અને કલાકારોના ઉત્સાહમાં વધારો કરે એવું એમનું કહેવું છે. જેથી કલાજગતને પ્રેરણા મળે અને તે મહેકતું રહે…..