*ટ્રમ્પની મુલાકાત પહેલાં પાકિસ્તાને અણુશસ્ત્રથી સજ્જ કરી શકાય એવી ક્રૂઝ મિસાઈલનું કર્યું પરિક્ષણ*

જમ્મુ કશ્મીર અને નાગરિકતા અંગેના નવા કાયદા જેવા મુદ્દે ભારત વિરોધી પ્રચાર કરી રહેલા પાકિસ્તાને અણુશસ્ત્રથી સજ્જ કરી શકાય એવા ક્રૂઝ મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું હોવાનો દાવો કર્યો હતો. આવતા સપ્તાહે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પાકિસ્તાન જાણે ભારતને ડરાવવા માગતું હોય કે દેખાડી દેવા માગતું હોય એમ ક્રૂઝ મિસાઇલ રાડ ટુનું ટેસ્ટિંગ કર્યું છે. મિસાઈલની રેન્જમાં દિલ્હી આવી જાય છે