*3 સીટ જીતવી BJP માટે કપરાં ચઢાણ*

ગુજરાતમાં રાજ્યસભાના ભાજપના ત્રણ સાંસદ શંભુ ટુન્ડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનિભાઈ ગોહેલ અને કોંગ્રેસના એક સાંસદ મધુસૂદન મિસ્ત્રી નિવૃત્ત થતાં ચાર બેઠક પર 26 માર્ચે ચૂંટણી યોજાશે. પરંતુ ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસનું હાલનું સંખ્યાબળ જોઈએ તો કોંગ્રેસને એક સીટનો ફાયદો થાય તેમ છે. અને ભાજપને એક સીટ ગુમાવવી પડે તેમ છે. આ વખતે ત્રીજી બેઠક જીતવી ભાજપ માટે લોઢાના ચણા ખાવા જેવું છે. પરંતુ ત્રણેય સીટ જીતવા રણનીતિ તો ઘડી છે. પહેલા રાજ્યસભાની ચૂંટણીનું ગણિત જોઈ તો ચાર બેઠકોની ચૂંટણી એક સાથે થઈ રહી છે.