*રૂપાણી સરકારે 3 નવી મેડિકલ કોલેજની કરી જાહેરાત*

રાજ્ય સરકારે નાગરિકોને મેડિકલ સુવિધા પૂરતી અને સરળ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે.જેમાં નવાસારી, પોરબંદર અને નર્મદાના રાજપીપળા ખાતે નવી મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી છે.રાજ્ય સરકારે નવી મેડિકલ કોલેજ બનાવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી.જે બાદ કેન્દ્ર સરકારે ત્વરિત નિર્ણય કરતા ત્રણ મેડિકલ કોલેજને મંજૂરી આપી છે..જેમાં રાજપીપળાની કોલેજ 325 કરોડમાં બનશે.જે માટે ભારત સરકાર 195 કરોડ અને ગુજરાત સરકારે 130 કરોડ રૂપિયા આપશે. નવસારી અને પોરબંદરની નવી મેડિકલ કોલેજ માટે 325 કરોડનો ખર્ચ થશે.આ ઉપરાંત રાજ્યની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવા માટે પણ સરકારે નિર્ણય કર્યો છે.