*ગુજરાતના ખેડૂતો માટે પ્રધાનમંત્રી વીમા યોજના મામલે મોદી સરકારનો નિર્ણય*

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. કેબિનેટ બેઠક બાદ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ લીધો છે. ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટી સમાચાર છે. પાકવીમા યોજના તળે રાજ્યના ખેડૂતો લૂંટાતા હોવાની અનેકવાર બુમરાણ મચી છે. પાકવીમો એ ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે. મોદી સરકારે ચૂંટણી સમયે પાકવીમો મરજિયાત કરવાનું વચન આપ્યું હતું. જે પાળ્યું છે.